વિશ્વના સૌથી બિઝી એરપોર્ટ પર આવી રીતે ટ્રાવેલ કરે છે લગેજ, જુઓ તસવીર

વિદેશ જતાં લોકો પેકિંગને ખૂબ મહત્વ આપે કેમ કે, એરપોર્ટ પર ચેક-ઇન ડેસ્ક પર આવી ગયા બાદ અને સામાનને કન્વેયર બેલ્ટ પર ચડાવી દીધા બાદ સામાન આપણે બીજા દેશ કે ડેસ્ટિનેશન પર ઉતરીએ ત્યારે કન્વેયર બેલ્ટ પરથી મળે, પરંતુ ક્યારેય તમને એવો વિચાર આવ્યો કે કન્વેયર બેલ્ટ પર સામાન ચડાવ્યા પછી એરપોર્ટ પર સામાનનું શું થતું હશે?

bag airport behind scenes heathrow terminal

હિથ્રો એરપોર્ટ પર અંદાજે 30 માઇલ્સ (અંદાજે 48.28 કિમી) જેટલી લંબાઇના કન્વેયર બેલ્ટ યૂઝ કરવામાં આવ્યા છે, જે પૈકી સામાન માટે ખાસ ડિઝાઇન   કરવામાં આવેલ ટનલમાં 4.50 કિમી જેટલા કન્વેયર બેલ્ટ લગાવવામાં આવ્યો છે.

bag airport behind scenes heathrow terminal

ડિપાર્ચરના ચોક્કસ કલાક પહેલા આવેલા મુસાફરોની બેગ બેઝમેન્ટ સ્ટોરેજમાં હોય તે ડિપાર્ચરનો સમય થતાં તેના નિયત એરક્રાફ્ટ તરફ પ્રસ્થાન કરે તેવી ઓટોમેટિક સિસ્ટમ સેટ કરવામાં આવી છે.

bag airport behind scenes heathrow terminal

હિથ્રોના ટર્મિનલ-5ની બેગેજ સિસ્ટમ રોજની 12,000 જેટલી બેગ્સનું મેનેજમેન્ટ કરે છે.

bag airport behind scenes heathrow terminal

ટર્મિનલ-5નું વિશાળ સ્ટોરેજ બેઝમેન્ટ. બેઝમેન્ટમાં ખાસ કન્વેયર બેલ્ટ અને ફાસ્ટ ટ્રેકનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

bag airport behind scenes heathrow terminal

ચેકઇન ડેસ્ક પરથી એરપોર્ડ કર્મચારી દરેક બેગને ખાસ બારકોડ લગાવે છે. આ બારકોડ થકી કઇ બેગને, કઇ ફ્લાઇટમાં, કેટલા વાગે ડિલિવર કરવાની છે તેની ઇન્ફર્મેશન ફીડ કરેલી હોય છે. બાદમાં એક્સ-રે મશીન અને વિવિધ સિક્યોરિટીમાંથી બેગને પસાર કરવામાં આવે છે.

bag airport behind scenes heathrow terminal

વહેલા આવેલા પેસેન્જરના લગેજ પણ ટર્મિનલ-5ના સ્ટોરેજ બેઝમેન્ટમાં હોય છે, આથી જ્યારે બેગના ડિપાર્ચરનો ટાઇમ થાય ત્યારે એક ટર્મિનલ પરથી બીજા

bag airport behind scenes heathrow terminal

ટર્મિનલ-5થી ટર્મિનલ-3 વચ્ચે સામાન લઇ જવા માટે તૈયાર કરવામાં આવેલ ટનલ ઇન્ટર ટર્મિનલ લગેજ ટ્રાન્સફર કરતી યુરોપની સૌથી મોટી ટનલ છે.

bag airport behind scenes heathrow terminal

હાલમાં હિથ્રો એરપોર્ટ પર ટર્મિનલ-3 ખાતે સૌથી અદ્યતન ટેક્નોલોજીવાળી લગેજ ટ્રાન્સફર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે, પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા બાદ ટર્મિનલ-3 ખાતે વિશ્વની સૌથી અદ્યતન લગેજ ટ્રાન્સફર સિસ્ટમ હશે.

bag airport behind scenes heathrow terminal

ટર્મિનલ-3ની નવી સિસ્ટમને કારણે તેની બેગ મેનેજિંગ સ્પીડ કલાકની 5200 બેગ્સથી વધીને 7200 બેગ્સ થઇ જશે.

bag airport behind scenes heathrow terminal

ટર્મિનલ-3ની નવી બેગેજ સિસ્ટમમાં બેગ્સ તેની સાઇઝ, વજન અને ફ્લાઇટ નંબર પ્રમાણે ઓટોમેટિક અલગ પડી જશે, અને જે-તે ફ્લાઇટના કન્ટેઇનરમાં બેગને મોકલવામાં આવશે.

bag airport behind scenes heathrow terminal

ફ્લાઇટના કન્ટેઇનરમાં પણ બેગને ગોઠવવા માટે એવી ટેક્નિક્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કન્ટેઇનરની જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ થઇ શકે.

bag airport behind scenes heathrow terminal

તસવીરમાં બ્રિટિશ એરવેઝનું કન્ટેનર ભરાતું જોઇ શકાય છે. ભરાયેલા કન્ટેનરને એરક્રાફ્ટ તરફ લઇ જવામાં આવી રહ્યું છે.

bag airport behind scenes heathrow terminal

જેને કારણે હિથ્રોથી જતો કોઇ પણ પેસેન્જર કોઇ પણ ટર્મિનલથી ફ્લાઇટ પકડવાનો હોય તેનો સામાન તેની સુધી પહોંચાડવા માટે 26 મિલિયન પાઉન્ડ
(અંદાજે 267 કરોડ રૂ.)ની ખર્ચે ખાસ ટનલ તૈયાર કરવામાં આવી છે.

bag airport behind scenes heathrow terminalસૌજન્ય
દિવ્ય ભાસ્કર

ટર્મિનલ 5 ટનલ થકી ટર્મિનલ 3 અને ટર્મિનલ 4 સાથે કનેક્ટેડ છે, જ્યારે ટર્મિનલ 1 અને 4 પહેલેથી જ કનેક્ટેડ છે. ટર્મિનલ 1 અને 4ને જોડતી ટનલ વર્ષ 1998માં તૈયાર કરવામાં આવી હતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,773 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>