વિન્ટરમાં બનાવો સ્વાસ્થ્યવર્ધક કોપરા પાક

સામગ્રી

P1060703-Copy

*  ૧ ટીસ્પૂન ઘી,

*  ચપટી એલચીના દાણા,

*  ૩ કપ છીણેલ કોપરું.

*  ૩ કપ ફૂલ ફેટ દૂધ,

*  ૧૧/૨ કપ ખાંડ.

રીત

કોપરા પાક બનાવવા માટે એક ડીપ નોનસ્ટીક પેનમાં ઘી નાખ તે ગરમ થાય એટલે ચપટી એલચીના દાણા નાખી થોડી સેકંડ માટે આને સૌતે કરવું. બાદમાં આમાં છીણેલ કોપરું નાખી ધીમા તાપે સાત થી આઠ મિનીટ સુધી આને શેકવું.

જ્યાં સુધી કોપરું બ્રાઉન રંગનું ન થાય ત્યાં સુધી આને હલાવતા રહેવું. હવે આમાં ફૂલ ફેટ દૂધ, ખાંડ નાખી મિક્સ કરીને જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યાં સુધી દસેક મિનીટ માટે ઉકળવા દેવું. આને વચ્ચે વચ્ચે હળવા રહેવું જેથી મિશ્રણ તળિયે ચોંટે નહિ.

આ મિશ્રણને ટોટલ ૪૫ મિનીટ સુધી હલાવતા તે માવા જેવું બની જશે. બાદમાં ગેસ બંધ કરીને આને થાળીમાં પાથરવું. આ થાળીને તેલ/ઘી થી ગ્રીસ કરવી. પછી આ મિશ્રણને તવેતાથી બરાબર સ્પ્રેડ કરી દેવું.

તમે આ પ્લેટમાં તમારા ફેવરીટ ડ્રાઈફુટ્સ ના ટુકડા નાખી શકો છો. હવે આ થાળીને ઠંડી થવા દેવું. બાદમાં આના ટુકડા કરીને સર્વ કરવું. તમે આને એર ટાઇટ ડબ્બામાં ભરીને મૂકી શકો છો, જેથી તે વધારે દિવસો સુધી ખરાબ ન થાય.

Comments

comments


6,533 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 2 =