વિટામીન થી ભરપૂર વાનગી પનીર મખની

સામગ્રી

8693228028_e3bae4559f_z

*  ૧ કપ સમારેલ ટામેટાં

*  ૧/૨ કપ ઓનિયન સ્લાઈસ,

*  ૧/૪ કપ આખા કાજુ,

*  ૨ સુકી કાશ્મીરી લાલ મિર્ચ,

*  ૧૧/૨ કપ પાણી,

*  ૨ ટીસ્પૂન બટર,

*  ૨ ટીસ્પૂન લસણની પેસ્ટ,

*  ૨ એલચી,

*  ૨ લવિંગ,

*  ૧ તજ,

*  ૧ તમાલપત્ર,

*  ૨ ટીસ્પૂન સુકાવેલા મેથીના પાન,

*  ૧ ટીસ્પૂન ગરમ મસાલો,

*  ૩ ટીસ્પૂન ટામેટાનું પ્યોરી,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૨ ટીસ્પૂન વિસ્ક કરેલ દહીં,

*  ૧/૨ ટીસ્પૂન ખાંડ,

*  ૧/૨ કપ પાણી,

*  ૧ કપ પનીરના ટુકડા,

*  ૨ ટીસ્પૂન ફ્રેશ મલાઈ.

*  ૧ ટીસ્પૂન સમારેલ કોથમીર.

રીત

ગ્રેવી બનાવવા તવામાં સમારેલ ટામેટાં, ઓનિયન સ્લાઈસ, આખા કાજુ, સુકી કાશ્મીરી લાલ મિર્ચ અને પાણી નાખીને ફૂલ તાપે ઉકળવા દેવું. ઉકળ્યા બાદ આ મિશ્રણને ઠંડુ થવા દેવું અને ત્યારબાદ મિક્સરમાં પીસી લેવું.

હવે સબ્જી બનાવવા માટે તવામાં બટર, લસણની પેસ્ટ નાખીને બટરમાં થોડા બબલ્સ થવા દેવા. પછી એલચી, લવિંગ, તજ, તમાલપત્ર નાખીને મિક્સ કરવું. ત્યારબાદ સુકાવેલા મેથીના પાન, ગરમ મસાલો, ટામેટાનું પ્યોરી નાખી સારી રીતે શેકાવવા દેવું.

હવે આ મિશ્રણમાં તૈયાર કરેલ ગ્રેવીનું મિશ્રણ, સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ (જ્યાં સુધી મિશ્રણમાં બબલ્સ ન થાય ત્યાં સુધી હલાવતા રહેવું) કરવું. પછી આમાં વિસ્ક કરેલ દહીં, ખાંડ, પાણી, પનીરના ટુકડા અને ફ્રેશ મલાઈ નાખી બરાબર હલાવી લેવું.

ત્યારબાદ આને ગરમાગરમ પરોઠા સાથે સર્વ કરવું. આને ગાર્નીશ કરવા તમે ઉપરથી ૧ ચમચી જેટલી મલાઈ અને સમારેલ કોથમીર નાખી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,433 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 40

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>