વિચારસરણી ની અસર પરિણામ પર

FARMER_2_27320f

વિચારસરણી ની અસર પરિણામ પર

એક બાપના બે દીકરા – બંને ને વારસામાં ૫૦-૫૦ વિધા જમીન મળી.

પહેલો ભાઈ

ધટના

એક ભાઈ ૫૦ વિધા જમીન મુકીને મર્યા, એ પણ, ૫૦ લાખનો વિધો. જીંદગી ભર  સારા મકાનમાં રહ્યા નહિ, ગાડીમાં બેસ્યા નહિ, છોકરાઓને હાઈસ્કૂલ સુધી ભણાવ્યા નહિ. બધી જમીન સાંચવતા – સાંચવતા મરી ગયા.

પરિણામ

બાપ ના મર્યા બાદ તેના છોકરાઓ એ જમીન વેચી નાખી પૈસા ઉભા કર્યા. પરંતુ, ભણતર કે લાયકાત વગર પૈસા આવતા દારુ, જુગાર વગેરે માં ઉડાડી રોડ પર આવી  ગયા અને મજુરી કરવા લાગ્યા.

બીજો ભાઈ

ધટના

બીજા ભાઈએ ૫૦ વિધા જમીન માંથી બે વિધા જમીન વેચી નાખી. તેમાંથી જે પૈસા આવ્યા તેમાંથી તેણે બંગલો, ગાડી ખરીદ્યા. છોકરાઓને સારા માં સારું એજ્યુકેશન  અપાવ્યું. ડીપ-ઇરીગેશન પધ્ધતિથી ખેતી કરીને દર વર્ષે વધુ આવક મેળવી સુખે થી જીવ્યા.

પરિણામ

બાપા એ આપેલ સંસ્કાર અને એજ્યુકેશનના કારણે સારો બિઝનેસ ઉભો કર્યો અને  પોતાની નવી પેઢીને પણ સુધારી. ધંધામાં સારો નફો થતા ૨૦ વિધા બીજી જમીન  ખરીદી જેથી કુલ જમીન ૬૮ વિધા થઇ ગઈ અને જીવન સુખે થી જીવ્યા.

મોરલ

આ દુનિયામાં તે જ જીતે છે જે આજે શું છે તે નહિ પરંતુ, ભવિષ્યમાં શું થઇ શકે છે તે  જોઈ શકે છે ને દુનિયા સાથે કદમ મિલાવી શકે છે.

Comments

comments


5,883 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 2 =