વિક્સ વેપોરબ ના આવા હટકે અને યુઝફૂલ ફાયદાઓ પણ છે, જેના વિષે લોકો નથી જાણતા!

vicks

માથાનો દુખાવો, શરદી, ઉધરસ, નાક, છાતી અને ગળામાં દુખાવો છે થાય એટલે આપણે મોટા ભાગે વેપોરબ નો જ યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ જ આપણને શાંતિ મળે છે. આને તમે ફક્ત બીમાર થવા પર જ નહિ પણ અલગ જગ્યાએ અલગ રૂપે પણ વાપરી શકો છો.

બીમારીને દુર કરવા સિવાય પણ તમે આનો અલગ પ્રકારે કઈક હટકે વાપરી શકો છો. ચાલો જાણીએ…

* શું તમારા ચહેરા પણ પિમ્પલ કે ડાર્ક સર્કલ્સ છે? તો ગભરાવાની જરૂર નથી કારણકે આનું સોલ્યુશન પણ અમારી પાસે છે.
જયારે રાત્રે સુવો ત્યારે વિક્સ વેપોરબને દાગ પર રબ (લગાવવું) કરવું. આવી પ્રક્રિયા થોડા દિવસો સુધી કરવી, તમને તરત ફરક જણાશે.

* મહિલાઓને વારંવાર થતી સમસ્યા એટલે ફાટેલી એડી (પગની પાની). વેપોરબથી તમે એડીમાં માલીશ કરો. આમ કરવાથી આ સમસ્યા દુર થશે. ઉપરાંત સ્ટ્રેચ માર્કસ પણ રીમૂવ કરી શકો છો. સામાન્ય રીતે લોકોને ઘસરકો આવે છે અને સફેદ નિશાન પડેલ હોય તો પણ આ તેને રીમૂવ કરે છે.

dep

* જો ઘરમાં મચ્છર મારવાની શીશી ખતમ થઈ ગઈ હોય તો આનો ઉપયોગ તમે મચ્છર ભગાડવા માટે કરી શકો છો. સૂતા પહેલાં વેપોરબને હાથ-પગ પર લગાવવાથી મચ્છર પાસે આવશે નહીં.

* શું તમારે કોઈ કાર્યક્રમ માં એક્ટિંગ કરી નકલી આંસુ કાઢવા છે અને એ પણ ગ્લીસરીન વગર? આવું પણ વિક્સ વેપોરબથી શક્ય છે. થોડા વેપોરબને આંખો નીચે લગાવવું એટલે તમારી આંખો બળશે અને આંસુ નીકળશે.

* જો તમને કોઈ અંગોમાં ઈજા થાય તો વિક્સ વેપોરબમાં થોડું મીઠું મેળવીને ઈજાગ્રસ્ત ભાગ પર રબ કરવું. આનાથી ઝખમી ભાગ ઠીક થઇ જશે.

* શું તમે ઘરમાં રાખેલ પાલતું જાનવરોથી પરેશાન છે કે તે તમારો સમાન વેરવિખેર કરી નાખે છે? આના માટે જે જગ્યાએ તમારો જરૂરી સમય મુકેલો હોય તે જગ્યા પર થોડું વિકસ લગાવવું. આની ગંધથી પેટ્સ માલ-સમાનથી દુર રહેશે.

320D432100000578-3485121-image-a-30_1457670361611

* ચોમાસાની સીઝનમાં ઘરમાં માખીઓનો ઉપદ્રવ વધી જાય છે. આના માટે ખુલ્લામાં વિક્સ વેપોરબની બોટલ મૂકી દો. આમ કરવાથી તમારા ઘરમાં માખી, મચ્છર નહિ આવે.  નખમાં ઈન્ફેક્શન, ફંગલ થયું હોય તો તેનાથી બચવા માટે પણ વિક્સનો ઉપયોગ કરી શકાય છે.

* કાનમાં દુખાવો થાય તો થોડા વિક્સને રૂ માં મેળવી કાનમાં મુકવું. આનાથી તમારો દુખાવો છુમંતર થઇ જશે.

* વધુ ઉધરસ થઈ ગઈ હોય તો વિક્સને પગના તળિયામાં સરખી રીતે લગાવીને થોડા સમય સુધી હળવા હાથે માલિશ કરવી અને ઉપરથી કોટનના મોઝા પહેરી લેવા. ઉધરસમાં  આરામ મળશે. આ એક ખાસ ઉપાય છે. આ નુસખા વિશે બહુ ઓછા લોકો જાણે છે.

320D447D00000578-3485121-image-m-33_1457670674839

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


27,212 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>