તમે ઘણી અલગ અલગ પ્રકારની ચોકલેટ ખાધી હશે. યુઝ્વલી આપણે ઇન્ગ્રીડીયંટ્સ થી બનેલ ચોકલેટ ખાતા હોઈએ છીએ. ચોકલેટ લવર્સ માટે એક ખુશખબરી છે. જો કોઈ વ્યક્તિ સોનાની ચોકલેટ લાવીને તમારી પાસે મુકે તો તમે શું કરો? હવે લોકો માટે સોનાની ચોકલેટ માર્કેટમાં અવેઈલેબલ છે. મતલબ કે તમે હવે ગોલ્ડથી સજ્જ ચોકલેટ ખાવાની મજા માણી શકો છો.
નુડલ્સના ‘મેગી’ બ્રાંડ માટે ફેમસ ‘નેસ્લે’ એ ચોકાવનારી પ્રોડક્ટને ફૂડ બજારમાં લોન્ચ કરી છે. એટલેકે ફૂડ બજારમાં હવે આવી છે સ્વર્ણ ચોકલેટ. નેસ્લે કંપનીનું માનવું છે કે લોકો પ્રત્યે ચોકલેટની દીવાનગી જોઇને જ આને બનાવવામાં આવી છે. તેમનું માનવું છે કે લોકોને પણ આ ચોકલેટ ખુબ પસંદ આવશે. આમાં બધા જ પ્રકારના ફ્લેવરનો યુઝ કરવામાં આવ્યો છે, જેમાં સ્ટ્રોબેરીથી લઈને ગ્રી ટી પણ શામેલ છે.
જાપાનની વિખ્યાત કંપની ‘નેસ્લે’ એ સોનાની ચોકલેટ બનાવી છે. આ છે સોનાથી બનાવેલ નેસ્લે ‘કીટ-કેટ’ ચોકલેટ. કંપનીએ આ ચોકલેટ ચોકલેટ્રી બુટીક્સ માટે ઉત્પાદિત કરી છે. આ ચોકલેટનું ઉત્પાદન કંપનીએ ખાવા યોગ્ય સોનાના પરખથી બનાવેલ છે.
ગોલ્ડ કીટ-કેટ ચોકલેટના ઉપરના પડ પર ખાવા યોગ્ય પાતળી પટ્ટીઓ બનાવી છે. આ ચોકલેટને નેસ્લે એ ફક્ત વન ફીન્ગરના શેપમાં જ લોન્ચ કરી છે. હાલમાં, કંપની દ્વારા આ ચોકલેટને ભારતમાં લોન્ચ નથી કરવામાં આવી. આ માત્ર જાપાન સીમીત જ છે. આ વન ફીન્ગર સબલાઈમ ચોકલેટ્રી બિટર બાર છે, જેણે સમય દીઠ 2016 યેન એટલેકે 16 ડોલરની કિંમતમાં વહેચવામાં આવશે.
જાણકારી અનુસાર આ ચોકલેટ્રી બિટર બાર ભારતમાં પોતાની પ્રાઈઝ 8 ગણી કિમત પર રાખશે. એટલેકે ભારતીય પૈસામાં આનું રૂપાંતરણ કરવામાં આવે તો આ વન ફીન્ગર ચોકલેટની કિંમત 1 હજાર અડસઠ રૂપીયા હશે.
જાપાનમાં આ ચોકલેટના સ્ટોર્સ ટોક્યો, ઉત્તર જાપાન, ફોરેકા અને દક્ષિણ જાપાન માં છે. જયારે તમે ફરવા માટે જાપાનમાં જાવ ત્યારે જરૂર આ ગોલ્ડ ચોકલેટનો ટેસ્ટ કરવો.