વેસ્ટ ઈન્ડિઝ ટીમને વર્લ્ડ ટી-20 અપાવનાર કેપ્ટન ડેરેન સેમીને સેંટ લુસિયા સરકારે ગિફ્ટ આપ્યું છે. ‘બ્યુસેઝોર સ્ટેડિયમ’ સેમીના નામ પર રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સેમી એ સરકારના ડિસીઝન પર ખુશી વ્યક્ત કરી છે.
ન્યૂઝ એજન્સી સીએમસી ના અનુસાર વર્લ્ડ ટી-20 જીત્યા બાદ જોહ્ન્સન ચાર્લ્સ સાથે સેમીનું ‘હેવાનઓરા આંતરરાષ્ટ્રીય હવાઈમથક’ પર મંગળવારે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું સ્વાગત કરવામાં પ્રધાનમંત્રી કેની ડી એન્થની પણ હતા.
ચાર્લ્સે મંગળવારે ફેસબુકમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ઘરે પરત ફર્યા બાદ મોટું સ્વાગત થયું.’ સેમી એ જણાવ્યું કે તેમને પ્રધાનમંત્રી કેની ડી એન્થનીએ એ વાતની જાણકારી આપી કે દેશનું મુખ્ય ક્રિકેટ મેદાન હવે ‘ડેરેન સેમી રાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ’ ના નામેથી ઓળખવામાં આવશે.
સેમી એ મંગળવારે જણાવ્યું હતું કે, ‘બધા વખાણો ભગવાનના નામે, હું ખુબ સમ્માનિત મહેસુસ કરું છુ, આના માટે ધન્યવાદ. ડેરેન સેમી ક્રિકેટ સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ ચાર્લ્સ ના નામે હશે. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝે 2012 માં જયારે ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે પણ કેપ્ટન ડેરેન સેમી જ હતા.