વાહ! ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ નું સિકવલ બનશે!

3-idiots

દર્શકોને જલ્દીથી ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ નું સિકવલ જોવા મળશે. ૨૦૦૯માં આવેલ ફિલ્મ 3 ઈડિયટ્સ ફિલ્મ બોક્સ ઓફીસ પર બ્લોક બસ્ટર સાબિત હતી.

ફિલ્મ ના લેખક, ડીરેક્ટર રાજુ હિરાણી જણાવે છે કે ફિલ્મ હીટ સાબિત થઇ હતી તેથી હું આની નવી સીરીઝ બનાવવા માંગું છું. આ ફિલ્મમાં પહેલા જે કાસ્ટ હતી તે જ જોવા મળશે. એક ઈન્ટરવ્યૂમાં શરમન જોશીએ 3 ઈડિયટ્સના સિકવલની વાત કરી હતી.

રાજુ હિરાણી જયારે ફિલ્મ ‘સાલા ખડૂસ’ ની સ્ક્નીંગ માં ગયા હતા ત્યારે તેમણે આ વાત કરી હતી. ત્યારે આ ફિલ્મના ત્રણેય સ્ટાર્સ પણ ત્યાં હતા. જોકે, થોડા દિવસો પહેલા આમીર ખાને કહ્યું હતું કે રાજુ હિરાણી ની પાસે એવી દમદાર કહાની છે જેમાં તે મને, માધવન અને શરમન ને સાથે લેવા માંગે છે.

શરમન જોશી જણાવે છે કે મને આની સ્ક્રીનીંગ સાંભળવાની ખુબ જલ્દી છે. ફિલ્મ 3 ઈડિયટ્સનો એક ફેમસ ડાયલોગ જે કઈક આ પ્રકારે ફિલ્મ નો મેસેજ બન્યો હતો – કાબિલ બનવા માટે ભણો, કામિયાબી ખુદ જ તમારી પાછળ દોડશે. આ ફિલ્મે ન ફક્ત વાહવાહી લુટી પણ બોક્સ ઓફીસમાં ૨૦૦ ક્લબની કમાણી કરનાર હિન્દુસ્તાનની પહેલી ફિલ્મ બની હતી.

તમને જણાવી દઈએ કે શરમન જોશીની પાછલી ફિલ્મ ‘હેટ સ્ટોરી ૩’ માં નેગીટીવ રોલની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માં શરમનને ખુબ વાહવાહી મળી હતી. હાલમાં શરમન તેની ફિલ્મ ‘1920 લંડન’ માં વ્યસ્ત છે, જે ૬ મે ૨૦૧૬માં સિનેમાઘરોમાં જોવા મળશે. જયારે આમિર ખાન પોતાની ફિલ્મ ‘દંગલ’ માં બીઝી છે. દંગલ  ૨૩ ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ સિલ્વર સ્ક્રીન પર દસ્તક આપશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,994 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>