વાહ! કોબીજ ખાવાના છે આટલા બધા ફાયદાઓ, આ ફાયદા જાણી તમે પણ રોજ ખાશો!!

cabbage

કોબીજ નો ઉપયોગ આપણે મોટાભાગે શાક બનાવવા કરીએ છીએ. આમાં ઘણા બધા પ્રકારના રોગોને નષ્ટ કરવાની ક્ષમતા રહેલ છે.

કોબીજ આપણા સ્વાસ્થ્ય માટે છે ખુબજ ગુણકારી છે. આનાથી ઘણા બધા રોગોને મટાડી શકાય છે. આના સેવનથી વજન ઘટાડી શકાય છે. આમાં સેલ્યુલોઝ નામનો પદાર્થ રહેલ હોય છે. આ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે. ઉધરસ, પિત્ત, રક્ત વિકૃતિઓ અને રક્તપિત્ત જેવા રોગોમાં આનું સેવન એ લાભદાયી છે. ચાલો જાણીએ કોબીજ ખાવાથી થતા ફાયદાઓ વિષે..

* કાચી કોબીજ ખાવાથી શરીરમાં વિટામિન સી વધે છે. કોબીજ માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે. ઉપરાંત આમાં વિટામિન એ, બી, સી, આયોડિન અને પોટેશિયમ પણ રહેલ હોય છે.

* કોબીજ ને શિયાળાની સીઝનમાં ખાવાથી વધારે ફાયદો રહે છે. ઉનાળાની ઋતુમાં આમાં જીવાત પડવા લાગે છે. તેથી ઉનાળામાં આને સાવધાની પૂર્વક સેવન કરવું જોઈએ.

* કોબીજ શરીરમાં શક્તિ વધારે છે તથા પિત્ત, કફ અને રક્ત વિકૃતિઓ ને દુર કરવામાં અસરકારક છે. આ પ્રમેહ અને ગોનોરિયાની સારવાર માટે લાભદાયી છે. આના પાંદડામાંથી નીકળતુ પાણી પીવાથી મોઢામાં પેઢા માંથી નીકળતા લોહીને બંધ કરી શકાય છે.

kol-atau-kubis

* જો તમે તમારા સ્વાસ્થ્ય અને આકર્ષક દેખાવ ઈચ્છતા હોવ તો તમારા ડાઇટીંગમાં કોબીજના જ્યુસને ઉમેરો, આનાથી તમારો દેખાવ સૌથી અલગ લાગશે.

* આમાંથી તમને ફાઇબર, બિટા કેરોટિન,  વિટામિન બી1, બી6, કે, ઇ, સી, ઉપરાંત ઘણા બધા વિટામીન પણ મળશે. કોબીજમાં ખનીજ, આયર્ન અને સલ્ફર ખુબ વધારે હોય છે. આમાંથી મળતા ખાસ ગુણને કારણે આને ‘સુપર ફૂડ’ પણ માનવામાં આવે છે.

* કોબીજ આંતરડાને સ્વચ્છ રાખે છે. આમાં ક્લોરિન અને સલ્ફર નામના ને મહત્વપૂર્ણ તત્વો હોય છે.

* કોબીજ માં ફોલિક એસિડ હોય છે જેમાં એનિમિયા અથવા રક્તના નુકશાનને દુર કરવાનો ગુણ છુપાયેલ છે. ફોલિક એસિડ એ નવા રક્તકણોનું નિર્માણ કરે છે.

*તમારા શરીરમાં મેટાબોલિઝમ ઠીક રહે એ માટે તમારે કોબીજનું જ્યુસ પીવું જોઈએ. કોબીમાં ચરબી ઘટાડવાનો ગુણ છે.

*કોબીજ માં દૂધની બરાબર કેલ્શિયમ મળી આવે છે જે હાડકાઓ ને મજબૂત બનાવે છે કોબીજ ના બીજ ઉત્તેજક અને પાચન શક્તિને વધારે છે અને આંતરડાની કૃમિઓને નષ્ટ કરે છે.

cabbage-natural-cure-for-stomach-ulcer

* જો તમને પેટમાં દુખાવો થતો હોય તો આ તમારા માટે ફાયદાકારક છે. પેટમાં દુખાવો થાય ત્યારે કોબીજ ના પાંદડાને ચોખાના પાણીમાં બાફીને સવારે અને સાંજે એ લેવાથી પેટનો દુખાવો દુર થાય છે.

* કોબીજ ખાવાથી લોહી શુદ્ધ થાય છે.

* લોહીની ઉલટી થયા ત્યારે કોબીજનું સેવન કરવાથી ફાયદો થાય છે. કોબીજનું શાક કે કાચી કોબીજ ખાવાથી લોહીની ઉલટી બંધ થાય છે.

* જો પેશાબમાં બળતરા થાય તો કોબીના પાંદડાનો રસ કાઢીને બે ચમચી પાણી મેળવીને ખાવાથી ફાયદો થાય છે.

* કોબીના જ્યૂસમાંથી મળતું વિટામિન ઇ અને સિલિકોનથી નવા વાળ ઉગી આવે છે. આના નિયમિત ઉપયોગથી તમે કાળા અને ઘાટા વાળ મેળવી શકો છો.

* કોબીજ શરીરમાં રોગપ્રતિરક્ષા સિસ્ટમને મજબૂત બનાવે છે. આમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેનાથી શારીરિક રોગપ્રતિરક્ષા સિસ્ટમ મજબુત થાય છે.

* આમાંથી પુષ્કળ માત્રામાં તમને એન્ટિઓક્સિડન્ટ મળશે, જેનાથી ત્વચાની યોગ્ય સાર-સંભાળ કરી શકાય છે.

2-shredded-cabbage

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,774 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>