વાળની સંભાળ

વાળની સંભાળ

મજબૂત અને સ્વસ્થ વાળ માટે મસાજ આવશ્યક છે. મસાજ કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. અને વાળને ખરતા અટકાવે છે. તે વાળના મૂળને પોષણ આપે છે જેથી વાળ શાઈનિ અને ક્લીન લાગે છે. ઓઈલ મસાજથી ખોડો પણ દૂર કરી શકાય છે. કાયમી ઓઈલ મસાજથી વાળ સુંદર અને ભરાવદાર બને છે. અ મસાજથી માનસિક શાંતિ પણ મળે છે.

ઓઈલ મસાજમાં વપરાતી પ્રોડક્ટ્સ:

  • હેર ઓઈલ
  • ઓઈલ હીટર
  • કોમ્બ
  • કોટન (રૂ )
  • ટોવલ

ઓઈલ મસાજના સ્ટેપ્સ: 

Hair care

  • તેલને હુંફાળું ગરમ કરી પાંથી પાંથીમાં કોટનની મદદથી લગાવવું. અને ત્યારપછી બધી જ આંગળીઓથી મસાજ કરવો. 
  • અંગૂઠા અને આંગળીઓથી ક્લોઝવાઈઝ – એન્ટીક્લોઝવાઈઝ મસાજ કરવો.
  • માથામાં પ્રેશર આપવું અને છોડી દેવું. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવું. 
  • પાંથી પાડીને પિંચિંગ મસાજ કરવો. 
  • બંને હાથ ભેગા કરી આંગળીઓથી ટેપિંગ કરવું. 
  • પાંથી પાડીને થોડી-થોડી લટો લઈને આંગળીઓમાં વીંટાળી, પ્રેસ કરી ધીમેથી ખેંચવું. 
  • અંગૂઠાથી ક્રિસ-ક્રોસ કરવું.
  • બંને હાથ ઉભા રાખીને આંગળીઓથી થપથપાવવું.
  • કાનની પાછળ ઓસિપિટલ બોન પર ક્લોઝવાઈઝ-એન્ટીક્લોઝવાઈઝ મસાજ કરવો. 
  • પાછળના વાળને આંગળીમાં ભરાવી હથેળીથી રબ કરવું. 
  • શોલ્ડર પર ક્લોઝવાઈઝ -એન્ટીક્લોઝવાઈઝ  મસાજ કરવો.
  • બટરફ્લાય સ્ટ્રોકની જેમ આંગળીઓ રાખીને પીઠ પર મસાજ કરવો.
  • પીઠ પર વાઈબ્રેશન મસાજ કરવો.
  • વાળને ઘણીવાર સુધી ઓળવા.     

Hair Care

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,732 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>