જીવનમાં આ 7 વાતોને ક્યારેય ન ભૂલવી

રિજેક્શન મળવા લાગે તો એવું મ વિચારતા કે તમારામાં કોઈ અભાવ છે અથવા આવડત ઓછી છે. રિજેક્શન જીવનનો એક ખૂબ જરૂરી બોધ છે. રિજેક્શન મળવાથી એ શીખવા મળે છે કે જીવનમાં તે બધી વસ્તુઓને રિજેક્ટ કરવું અથવા એકતરફ કરી દેવું જરૂરી હોય છે જે તમારા માટે યોગ્ય નથી હોતી. આ જાણ્યાં પછી પણ જો રિજેક્શન મળવાથી દુઃખ પહોંચી રહ્યું છે તો અહીં બતાવેલી આ 7 વાતો ધ્યાનમાં રાખવી…

The 7 things never perceived the threat of rejection is often stressed

1. મહેનત માટે તૈયાર રહો

અત્યારે અને આ સમયે નવી શરૂઆત કરો. આગળ કેટલીય તક મળશે. આ તકોની કોઈ કમી નથી. જે થઈ ગયું તેને ભૂલીને આગળ વધતા જાવ. મહેનત કરવા માટે તૈયાર રહો.

2. નવી તકો આવશે

રિજેક્શનને ભૂલીને જે આવવાનું છે તેના માટે તૈયાર રહો. નિશ્ચિત જ જે મળશે તે પહેલા કરતા વધુ સારું, ખૂબસુરત અને ફાયદેમંદ સાબિત થશે.
4. જે તમારું છે તમને જ મળશે

આ વાતને જ્ઞાન પણ કહી શકાય છે, પરંતુ આ સત્ય છે. તમારા જીવનમાં જે લખાયેલું છે તે તમને મળીને જ રહેશે. પછી ભલે તે કોઈ બીજા માધ્યમથી તમારા સુધી પહોંચે. પરંતુ મળશે જરૂર. એટલે કાયમ હકારાત્મક રહો. કામ પર ધ્યાન આપો.

3. જીવન ઉત્સાહથી જીવો

The 7 things never perceived the threat of rejection is often stressed

જીવનને જનુન અને ઉત્સાહથી ભરપૂર રાખો. આ બંનેની ક્યારેય કમી ન આવવા દો. આવું કરવાથી તમે બીજાની આજ્ઞા મળવાની રાહ નહીં જુઓ.

5. યોગ્યતાને ઓળખો

રિજેક્શન જરૂરી છે, પરંતુ સૌથી જરૂરી નથી. તેને તમારા દિમાગને નિયંત્રણ ન કરવા દો. આગળ વધો. આપણાંમાંથી મોટાભાગના લોકો પોતાની અંદર છુપાયેલી યોગ્યતાને ઓળખતા નથી. આપણે આપણી યોગ્યતાને ત્યાં સુધી જ મર્યાદિત કરી દઈએ છીએ જ્યાં સુધી કોઈ આપણને કહે છે.

6. જીવનનો અંત નથી

કેટલાક લોકો રિજેક્શનને જીવનનો અંત સમજીને સાવ તૂટી જાય છે. જ્યારે રિજેક્શન કોઈ અંત નથી, પરંતુ એક શરૂઆત છે. રિજેક્ટ થશો તો જ નવી તક શોધશો. તેની શોધી નીકાળશો.

7. જે તમારું નથી તેને જવા દો

The 7 things never perceived the threat of rejection is often stressed

ભલે તે કોઈ બીજી વ્યક્તિનો વ્યવહાર હોય અથવા તેના દ્વારા લીધેલો કોઈ નિર્ણય, જો તમે તેને બદલી નથી શકતા તો તેને જવા દો. પકડીને ન રાખો. તમે તે વાતને જેટલા જલ્દી સમજી લેશો ફાયદો થશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,119 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>