વાતો નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે, અચૂક વાંચો

635965245242535154-379874243_6921188-mood-girl-nature-field-wheat

આખી જીન્દગી બોજ ઉઠાવ્યો એ ખીલ્લીએ…
અને લોકો વખાણ તસ્વીરના કરે છે…

********************

પાયલ હજારો રૂપિયામાં આવે છે, પણ પગમાં પહેરવામાં આવે છે
અને… ચાંદલો (બિંદી) ૧ રૂપિયામાં આવે છે પણ તેને માથા પર સજાવવામાં આવે છે.
તેથી આની કિંમતની ગણતરી નથી કરવામાં આવતી, આનું મહત્વ જરૂરી છે.

********************

એક બુકસ્ટોરમાં પડેલી ગીતા અને કુરાન એકબીજા
સાથે ક્યારેય નથી ઝધડતી,
પણ
જે આના માટે ઝધડે છે તે આને ક્યારેય નથી વાંચતા….

********************

મીઠાની જેમ કડવું જ્ઞાન આપનાર જ સાચા મિત્ર હોય છે,
મીઠી વાત કરનાર તો ચાપલૂસ પણ હોય છે.
ઇતિહાસ જણાવે છે કે મીઠામાં આજ સુધી ક્યારેય કીડા નથી પડ્યા
જયારે
મીઠાઈમાં તો કીડાઓ પડતા જ રહે છે…

********************

સારા માર્ગ પર કોઈ નથી જવા માંગતું…..
પણ
ખરાબ માર્ગે તો બધા જ જવા માંગે છે. તેથી…
દારૂ વેચનાર ક્યાય નથી જતો
પણ
દૂધ વેચનાર ઘર-ઘર, શેરી-શેરી, ખૂણે-ખૂણે જાય છે.

********************

દૂધ વાળાને અનેક વાર પૂછવામાં આવે છે કે પાણી તો નથી નાખ્યું?
પણ
દારૂમાં પોતે હાથેથી પાણી નાખીને લોકો પીવે છે.

********************

Very nice line

ઈન્સાની મગજમાં સમજણ ફક્ત એટલી જ છે કે…
તેને ‘જાનવર‘ કહેવામાં આવે તો નારાજ
થઇ જાય છે અને
સિહ‘ કહે તો ખુશ થઇ જાય છે.

Comments

comments


15,365 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 2 =