Tata company ફક્ત ભારતમાં જ નહિ, વિદેશો પણ પ્રખ્યાત છે. આજે ૮૦ દેશોમાં રતન ટાટા નું ભવ્ય સામ્રાજ્ય ફેલાયેલ છે. આ મહાન હસ્તીના વચનો નું જીવનમાં પાલન કરી તમે સફળતાના માર્ગે જઈ શકો છો.
* જીવન ઉતાર ચઢાવ થી ભરી પડેલ છે તેથી તેની ટેવ પાડી દો.
* બીજાની કોપી કરનાર વ્યક્તિ જીવનમાં સફળતા તો પ્રાપ્ત કરે છે પણ આ સફળતા થોડા સમય માટે જ હોય છે. જીવનમાં આવા લોકો આગળ નથી વધતા.
* જીવન સીધી લીટીમાં ન જીવવું. આનો અર્થ એ છે કે આપણે સાચી દિશામાં નથી જઈ રહ્યા.
* વ્યક્તિને સફળ થવા માટે પોતાની અંદર છુપાયેલ ગુણ ને ઓળખવાની જરૂર છે.
* જો તમારે જડપી ચાલવું હોય તો એકલા ચાલો. પણ, દુર સુધી જવું હોય તો એકબીજાની સાથે ચાલો.
* ‘વિશ્વાસ’ કોઈના પર એટલો કરો કે એ જયારે તમને ફસાવે ત્યારે પોતાને દોષી માને અને ‘પ્રેમ’ કોઈને એટલો કરો કે તેના મનમાં તમને ખોવાનો હંમેશા ડર બની રહે.
* જીવનમાં એટલું બધું પણ કઠોર ન બનવું કે ખુશીઓ તમારા થી દુર રહે.
* લોઢા ને કોઈ નથી નષ્ટ કરી શકતું. તેનો કાટ જ તેણે નષ્ટ કરી શકે છે. ઠીક તે રીતે વ્યક્તિને પોતાની માનસિકતા જ નષ્ટ કરે છે.
* કોલેજનું ભણતર કર્યા બાદ ૫ આંકડા વાળા પગાર વિષે ન વિચારો. એક રાતમાં કોઈ વાઈસ પ્રેસિડેન્ટ નથી બનતું. આના માટે અપાર મહેનત કરવી પડે છે.
* તમારી ભૂલો ફક્ત તમારી જ છે. તમે પોતે જ તેના જવાબદાર છો. તેથી બીજાને પોતાની ભૂલોનો દોષ આપવા કરતા ભૂલમાંથી શીખો અને આગળ વધો.
* તમારા માતા-પિતા તમારા જન્મ પહેલા એટલા નીરસ અને થાકેલા નહતા જેટલા તમને અત્યારે લાગે છે. તમારું પાલન પોષણ કરવામાં એમને એટલા બધા કષ્ટ ઉઠાવ્યા કે અત્યારે તેમનો સ્વભાવ બદલાઈ ગયો.
* જીવનમાં સ્કુલ ની જેમ વર્ગ અને ધોરણ નથી હોતા અને અહી મહિનાનું વેકેશન પણ નથી મળતું. તમને શીખવાડવા કોઈ સમય નહિ આપે. તમારે બધું જાતે જ કરવું પડશે.
* દરેક ને સકસેસફૂલ વ્યક્તિ માંથી પ્રેરણા લેવી જોઈએ કે તેઓ સફળ થાય તો હું કેમ નહિ?
* TV નું જીવન સારું નથી અને જીવન TV ની સીરીયલ નથી. સાચા જીવનમાં આરામ નથી હોતો. ફક્ત કામ, કામ અને કામ જ હોય છે.