વાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે

Friends ... it will take 2 to 3 minutes to read

એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો. લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો.

મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફીઝ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફીઝ જમા કરીલો.

ઓફિસર તો ગુસ્સે થઇ ગયા.
બોલ્યા: તમે આખો દિવસ ખરાચ્યો તો એના માટે શું હું જવાબદાર છું?
અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે.
હૂતો સવારથી મારું કામજ કરી રહ્યો છું!!

ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું…મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું. ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને થેલા માંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા.

હું એમની સામેની બેચ પર જઈને બેઠો. મેં કહ્યું તમારી પાસે તો ખુબ કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે. એમને કહ્યું હા, હું રોજ મોટા મોટા અધિકારીઓ ને મળું છું, કોઈ આઈ.એ.એસ, કોઈ આઈ.પી.એસ, વિધાયક નેતા બધા અહી આવે છે. મારી ખુરસી ની સામે મોટા મોટા લોકો રાહ જુવે છે. પછી મેં એમને પૂછ્યું તમારી પ્લેટ માંથી એક રોટલી હું પણ ખાઈ લઉં?  એમને ‘હા’ કહ્યું, હું પ્લેટ માંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો. મેં ખાવાના વખાણ કરતા કહ્યું તમારી પત્ની ખુબ સ્વાદીસ્ટ જમવાનું બનાવે છે.

મેં એમને કહ્યું, સાહેબ તમે ખુબ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો, મોટા-મોટા લોકો તમારી પાસે આવે છે. પણ શું તમે તમારી ખુરસી ની ઈજ્જત કરો છો. તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્વની જવાબદારી મળી છે, પણ તમે તમારા કામની ઈજ્જત નથી કરતા.

Friends ... it will take 2 to 3 minutes to read

એમને મને પૂછ્યું: એવું તમે કેવી રીતે કહી શકો?
મેં કહ્યું: જો તમે તમારા પદની ઈજ્જત કરતા હોત તો તમે આવા રુસ્ટ અને ક્રોધી સ્વભાવ વાળા ન હોત. જુવો તમારો કોઈ મિત્ર પણ નથી, તમે રોજ કેન્ટીન માં એકલા જમો છો. તમારી ખુરસી પર પણ ઉદાસ થઇને બેસો છો. લોકોનું થતું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવાની કોશિશ કરો છો. બહાર ગામથી આવી સવાર થી હેરાન થતા લોકોની વિનંતી ઉપર કહો છો કે સરકાર ને કહો કે બીજા ઓફિસરો ની ભરતી કરે? અરે બીજા ઓફિસરો વધવાથી તમારુ જ મહત્વ ઘટશે, અને કદાચ તમારી પાસેથી આ કામ પણ છીનવાઈ જાય.

ભગવાને તમને તક આપી છે સબંધો બનાવવાની. પણ તમારું દુર્ભાગ્ય જોવો, તમે એનો લાભ લેવાની જગ્યાએ સબંધો બગાડી રહ્યા છો.
અમારું શું છે? કાલે આવી જઈશું કે પરમ દિવસે આવી જઈશું, પણ તમારી પાસે તો મોકો હતો કોઈને રૂણી બનાવવાનો, તમે એ પણ ચુકી ગયા. મેં કહ્યું પૈસા તો ખુબ કમાઈ લેશો પણ સબંધો નહિ કમાઓ તો બધું બેકાર છે. શું કરશો પૈસાનું? તમારો વ્યહવાર ઠીક નઈ રાખો તો તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે. મિત્રો તો પહેલેથીજ નથી…

મારી વાત સાંભળીને ઓફિસર સાહેબ રડવા જેવા થઇ ગયા. બોલ્યા કે, તમે વાત સાચી કહી સાહેબ, હું ખુબ એકલો છું. પત્ની જઘડો કરી પિયર જતી રહી છે, છોકરાઓ પણ મને પસંદ નથી કરતા. માં છે પણ એ પણ ખાસ વાત નથી કરતી. સવારે ચાર પાંચ રોટલી બનાવીને આપે છે અને હું એકલો એકલો ખાઈ લઉં છું. રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું. ખબર નથી પડતી કે ગડબડ ક્યાં છે.

Friends ... it will take 2 to 3 minutes to read

હું ધીમેથી બોલ્યો, પોતાની જાતને બીજા જોડે જોડો. કોઈની મદદ થઇ શકતી હોય તો કરો. જુવો હું અહી મારા મિત્ર ના પાસપોર્ટ માટે આવ્યો છું. મારી પાસે તો પાસપોર્ટ છે. મારા મિત્ર માટે મેં તમારી જોડે આજીજી કારી, વિનંતી કરી. નિસ્વાર્થ ભાવે. માટે મારી પાસે મિત્ર છે, તમારી પાસે નથી. તેઓ ઉભા થયા અને મને કહ્યું, તમે મારી કેબીન માં આવો. હું આજેજ ફીઝ જમા કરીશ. અને એમણે કામ કરી દીધું.

ત્યાર બાદ એમણે મારો ફોન નંબર માંગ્યો અને મેં નંબર આપી દીધો.

થોડાક વર્ષો વીતી ગયા…
—————–
એક દિવાળી ઉપર એક ફોન આવ્યો. પીયુષ કુમાર સોલંકી બોલુ છું સાહેબ. તમે મારી પાસે તમારા કોઈ મિત્ર નો પાસપોર્ટ બનાવવા આવ્યા હતા અને તમે મારી જોડે બેસીને રોટલી પણ ખાધી હતી. તમે કહ્યું હતું કે પૈસા ની જગ્યાએ સબંધ બનાવો. મને એકદમ યાદ આવી ગયું. મેં કહ્યું હાજી સોલંકી સાહેબ, કેમ છો?

એમને કહ્યું સાહેબ તમે એ દિવસે જતા રહ્યા પછી મેં ખુબ વિચાર્યું. મને લાગ્યું કે પૈસા તો ધણા લોકો આપી જાય છે પણ જોડે બેસીને જમવા વાળું કોઈ નથી મળતું. સાહેબ, હું બીજાજ દિવસે મારી સાસરીએ ગયો અને ખુબ પ્રાર્થના કરીને પત્ની ને ઘરે લાવ્યો. એ માનાતીજ નહતી, જયારે એ જમવા બેઠી તો મેં એની પ્લેટ માંથી રોટલી લઇને કહ્યું, સાથે જમાડીશ? એ દંગ રહી ગઈ. રોવા લાગી. મારી સાથે ચાલી આવી. છોકરાઓ પણ સાથે આવ્યા.

સાહેબ હવે હું પૈસા નથી કમાતો, સબંધ કમાઉ છું. જે આવે છે એનું કામ કરી આપું છું. સાહેબ આજે તમને હેપ્પી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે. આવતા મહીને મારી દીકરીના લગ્ન છે. તમારે સહ-પરિવાર આવવાનું છે, દીકરી ને આશીર્વાદ આપવા. સબંધ જોડ્યો છે તમે…

Friends ... it will take 2 to 3 minutes to read

એ બોલતા રહ્યા,,,
હું સંભાળતો રહ્યો…
વિચાર્યું નહોતું કે સાચ્ચેજ એમના જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે..

દોસ્તો માણસ ભાવનાઓ થી સંચાલિત થાય છે કારણો થી નહિ. કારણોથી તો મશીન ચાલે…

Comments

comments


25,289 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 10