વજન વધારવાનો પાવડર ખાતા પહેલાં જાણી લો તેની આડઅસરો

weight-scale

આ ઝડપી અને ટેકનોલોજીથી ભરપૂર યુગમાં લોકો ફટાફટી થી કામ કરવા માંગે છે. સિક્સ પેક, વધેલા વજનને ઘટાડવો કે પછી દુબળા પતલા શરીરને જાડું કરવું વગેરે જેવા કામમાં લોકો જરા પણ રાહ જોવાનું પસંદ નથી કરતા. સિક્સ પેક, બોડી, વજન વધારવાની ઈચ્છામાં લોકો પ્રોટીન શેક, બોડી સપ્લીમેન્ટસ લેવાનું પણ શરુ કરી દે છે. પરંતુ, કદાચ તે લોકો આની સાઇડ ઇફેક્ટ્સ વિષે નથી જાણતા.

એક્સરસાઇઝ, વર્કઆઉટ અને યોગાથી આપણા શરીરને કઈ નુકશાન નથી થતું. પરંતુ, ખરાબ વસ્તુથી બોડી બનાવવાથી આપણે અલગ-અલગ પ્રકારની બિમારીઓને આમંત્રણ આપીએ છીએ. જે યોગ્ય નથી.

કેમ લો છો વજન વધારવાનો પાવડર?

Know before eating side effects weight gain powder in gujarati | Janvajevu.com

આપણા શરીરને વિટામીન, ખનીજો, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફાઇબર જો યોગ્ય માત્રામાં મળી જાય તો આપણું શરીર તંદુરસ્ત રહી શકે છે. પરંતુ, બગડતી જીવનશૈલી, વર્કઆઉટ ન કરવું અને સંપૂર્ણ ખોરાક ન લેવાને કારણે લોકો વજન વધારવાનો પાવડર લેવા લાગે છે. આજે અમે તમને જણાવવાના છીએ કે વજન વધારવા નો પાવડર લેવાથી આપણા શરીરમાં કેવા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

કિડની સ્ટોન

Know before eating side effects weight gain powder in gujarati | Janvajevu.com

વજન વધારવાનો પાવડર લેવાથી કિડની માં જોખમ થાય છે. ક્રિએટાઇન અને કેલ્શિયમ વધુ માત્રામાં લેવાથી કિડનીમાં પથરીની સમસ્યા થઇ શકે છે. આની સાથે જો તમારા શરીરમાં હોર્મોન્સ ખુબ સંવેદનશીલ હોય તો જીવલેણ સાબિત થઇ શકે છે.

આંતરડાની સમસ્યા

Know before eating side effects weight gain powder in gujarati | Janvajevu.com

આ પાઉડર લેવાથી આંતરડાની સમસ્યા થવી એ સામાન્ય બાબત છે. આ વાત તો સાબિત પણ થઇ ગઈ છે કે વજન વધારવાનો પાવડર એક ઉત્પ્રેરક (કેટાલિસ્ટ) છે. પરંતુ, વધારેમાં વધારે પાણી પીવાથી આની સાઇડ ઇફેક્ટ્સથી બચી શકાય છે. જો પાવડરની સાથે આલ્કોહોલ નું સેવન કરવામાં આવે તો આ જોખમી બની શકે છે.

શ્વસન સમસ્યાઓ

Know before eating side effects weight gain powder in gujarati | Janvajevu.com

આનાથી શ્વાસ સંબંધી સમસ્યા પણ થઇ શકે છે. ક્યારેક ક્યારેક કફની સમસ્યા પણ થાય છે. પરંતુ આ સમસ્યાને ગંભીર થવાથી અસ્થમાની સમસ્યા પણ થઇ શકે છે. જો તમને પહેલેથી જ શ્વસન સમસ્યાઓ છે તો કોઈપણ સપ્લીમેન્ટસ લેતા પહેલાં ડૉકટર ની સલાહ અવશ્ય લેવી જોઈએ.

ઉબકા અને ઝાડા

Know before eating side effects weight gain powder in gujarati | Janvajevu.com

આમ તો આ બધું થવું એ સામાન્ય વાત છે પરંતુ, જો આ સમસ્યા પાવડર ખાધા પછી વારંવાર થાય તો સમજી લેવું કે આનું કારણ વજન વધારવાનો પાવડર છે કારણકે આ યોગ્ય રીતે પેટમાં ઓગળતો નથી, જેનાથી આ સમસ્યા થવા લાગે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,867 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>