રોજ ના ખાવાપીવામાં આ વસ્તુનો સમાવેશ કરો તો તમારા શરીરમાં ફાયદો પહોચાડે અને તમારા વજન પર પણ નિયંત્રણ રાખે. જો ખાવા પીવામાં પુરતું ધ્યાન ન આપતા હોય તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણકે તમે નીચે દર્શાવેલી ચીઝોને તમારા ડાયેટમાં શામેલ કરી શકો છે.
આરોગ્ય ચા
આ છે ગ્રીન ટી. આમાં એન્ટીઑકિસડન્ટ રહેલ હોય છે. આ ચા વજન ઘટાડવામાં ઉપયોગી બને છે. આ શરીરમાં મેટાબોલિઝમ ને વધારીને ભૂખ ઓછી કરે છે. આ ચા લોહીને સ્વસ્થ રાખે છે.
દહીં
દહીનું રોજ સેવન કરવાથી શરીરમાં હષ્ટિ પુષ્ટિ આપે છે. રોજીંદા દહીનું સેવન કરવાથી તે વજન પર નિયંત્રણ કરે છે. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશનને પણ દુર કરે છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન બી 6 અને વિટામિન બી 12 જેવા પોષક જોવા મળે છે. આ ઉપરાંત દહીંમાં કાર્બોહાઇડ્રેટ્સ ની માત્રા વધારે હોય છે.
પાલક
પાલકમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર જેવા ગુણધર્મો રહેલા હોય છે. પાલકમાં ખનિજ ક્ષાર તથા વિટામીન રહેલા હોય છે. પાલક ખાવાથી શરીરમાં રહેલા લાલ રક્ત કણોની સંખ્યામાં વધારો થાઈ છે. આમાં બીટા કેરોટિન સારા પ્રમાણમાં જોવા મળે છે, જે કેન્સર અને દિલની બીમારીને દુર કરવામાં મદદરૂપ થાય છે. પાલક ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
તાજા ફળો
તાજા ફળો સવાર સાંજે અવશ્યપણે ખાવા જોઈએ. આરોગ્ય માટે ફળો શ્રેષ્ઠ ખોરાક છે. આમાં પ્રોટીન, વિટામિન્સ, ઓક્સિડન્ટ્સ, ફાઇબર વગેરે પોષક તત્વોની સાથે અનેક ઔષધીય ગુણધર્મો પણ રહેલા હોય છે. ફળોનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.
ફળોનો સૌથી લાભ ખાલી પેટે ખાવાથી થાઈ છે. ફળો વજન પર નિયંત્રણ રાખે છે.
બદામ
બદામ ફક્ત દિમાગ જ તેજ નથી કરતુ, પણ મોટાપા દુર કરવા માટે પણ ઉપયોગી છે. ઉપરાંત શરીરમાં રહેલ કોલેસ્ટેરોલને દુર કરવા માટે પણ ઉપયોગી છે.
મધ
આમ તો મધ ખાવાથી અનેક ફાયદા થાઈ છે. હનીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફૂગ પ્રતિરોધીના લક્ષણો રહેલા હોય છે. મધમાં પ્રોટીન, એલ્બુમિન, ચરબી, પોશક રસો, એમિનો એસિડ, કાર્બોહાઇડ્રેટ્સ, પરાગ, કેસર, આયોડિન અને લોહ, તાંબુ, મેંગેનીઝ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને કલોરિન જેવા તત્વો રહેલા હોય છે. આ ઉપરાંત મૂલ્યવાન વિટામિન્સ – રિબોફ્લેવિન, વિટામીન એ, બી 1, બી 2, બી -3, બી -5, બી -6 અને બી -12 વિટામિન સી, વિટામિન એચ અને વિટામિન કે જોવા મળે છે.
દૂધ
દૂધ એક સંપૂર્ણ આહાર છે. આમાં મિનરલ્સ, પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ, અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ ઓછામાં ઓછો એક ગ્લાસ તો પીવું જ જોઈએ. દૂધનું સેવન કરવાથી તે મગજને મજબુત કરે છે અને શરીર પણ ખુશખુશાલ રાખે છે. ધણા અધ્યયનમાં પણ સાબિત થયું છે કે દૂધમાં ફક્ત પોષક તત્વો જ નથી હોતા, પણ આપણી બુધ્ધી પર પણ સકારાત્મક અસર કરે છે. નિયમીત દૂધનું સેવન કરવાથી તે ઘણા બધા રોગોને જડમૂળ માંથી મટાડી શકે છે. આ સ્નાયુઓ માટે પણ મહત્વપૂર્ણ છે.
good