વજનની ચિંતા કર્યા વિના ચોકલેટ ખાઓ

Helps Weight Loss in chocalate

વધુ પડતી ખાંડ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન જાય છે એ વાતમાં કોઈ બેમત નથી, પરંતુ જો તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેના ઘણા ફાયદા છે, જે જાણવા જેવા છે.

હાલમાં થયેલા એક અભ્યાસમાં આ બાબત પ્રકાશમાં આવી છે. આ શોધ પ્રમાણે મીઠી વાનગીઓથી માત્ર વૃદ્ધત્વ મોડું આવે એટલું જ નહીં, પરંતુ શરીરમાં લોહીનું ભ્રમણ પણ વ્યવસ્થિત થાય છે. પરિણામે મન પ્રફુલ્લિત રહે છે.

મિરર.યુકેમાં છપાયેલા અહેવાલ અનુસાર કેટલાક અભ્યાસોને આધારે તારવવામાં આવ્યું છે કે ચોકલેટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક લોકો ના ઘરમાં ચોકલેટ જોવા મળતી હોય છે. આવા સમયે ફિગર સાચવવામાં ચોકલેટથી લોકો દૂર ભાગતા હોય છે, પરંતુ આ સરવે પ્રમાણે ચોકલેટ ખાવી ઘણી ફાયદાકારક બનશે.ચોકલેટમાં કોકો હોય છે, જેમાં ‘ફ્લાવાનોલ’ નામનું એન્ટિઓક્સિડન્ટ રહેલું હોય છે. આ તત્ત્વ લોહીના ભ્રમણને સુવ્યવસ્થિત બનાવે છે. ચોકલેટમાં જેટલી માત્રામાં કોકો હોય, એટલી એ સ્વાસ્થ્ય માટે સારી રહે છે.

Helps Weight Loss in chocalate

વિજ્ઞાનીઓ અનુસાર આપણે જેટલી માત્રામાં ફ્લાવાનોલથી ભરપૂર કોકોનું સેવન કરીએ તેટલી આપણી માનસિક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. ઉપરાંત, ઉંમરમાં જેમ-જેમ વધારો થાય તેમ-તેમ ત્વચામાં કરચલી પડવા લાગે છે. કોકોથી ભરપૂર ચોકલેટમાં આ કરચલી સામે લડવાલાયક પ્રોટીન પણ વધુ માત્રામાં હોય છે.

Helps Weight Loss in chocalate

વિજ્ઞાની પત્રિક ન્યુટ્રીશનલ ન્યૂરોસાઈન્સ અનુસાર ચોકલેટ મૂડને સારો બનાવે છે અને તણાવને દૂર કરે છે. કેટલીક ઉચ્ચ કક્ષાની કોકોયુક્ત ચોકલેટ ખાવાથી કોલેસ્ટેરોલ તથા બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ચોકલેટ ખાવાથી વજન વધારતાં ભોજન ખાવાની ઈચ્છા ઓછી થાય છે અને પરિણામે વજન પણ નિયંત્રિત રહે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,676 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>