લોલીપોપ 5.0: લોન્ચના 3 મહિના બાદ પણ યુઝર્સ 2 ટકાથી ઓછા

Android lollipop

નવા ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ થયાનને 3 મહિના થઇ ચૂક્યા છે પરંતુ આ ફક્ત તેના 1.6 ટકા ડિવાઇસ એવા છે જેમાં 5.0.2 લોલીપોપ અપડેટ મળી રહ્યું છે. હાલમાં જ ગૂગલે એક ડેટા જાહેર કર્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે લગભગ 2 ટકા ડિવાઇસ છે જેમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ આપવામાં આવી રહી છે.

ગૂગલ ડેવલપરના બ્લોગ પોસ્ટના જણાવ્યા પ્રમાણે 4.4 કિટકેટના આવ્યા બાદ લાંબા સમય સુધી ફક્ત 39 ટકા ડિવાઇસમાં જેલીબીન એન્ડ્રોઇડ વર્ઝન પણ હાલના દરેક વર્ઝનમાં વધારે જાણીતું છે.

Android lollipop

જેલીબીનના ત્રણેય વર્ઝનને મેળવવામાં આવે તો 44.4 ટકા એન્ડ્રોઇડ ડિવાઇસને આ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા રાખવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ યુઝર્સની અડધી વસતિ આ ઓપરેટિંગ સિસ્ટમને યુઝ કરે છે અને સાથે જિંજરબ્રેડ ઓએસના યુઝર્સ 7.4 ટકા અને આઇસક્રીમ સેન્ડવિચના યુઝર 6.4 ટકા છે.

ગૂગલને માટે ઓપરેટિંગ સિસ્ટમ એક સમસ્યા બનેલી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર 2014માં કિટકેટ હાલ સુધી જેલીબીનનો પીછો કરી શક્યું નથી. હાલ સુધી 42 ટકા લોકો જ કિટકેટનો ઉપયોગ કરી રહ્યા છે.

ગૂગલને માટે એક સમસ્યા છે કે તે જ્યારે નવું વર્ઝન લોન્ચ કરે છે ત્યારે યુઝર્સ ઝડપથી પોતાના જૂના વર્ઝનને છોડતું નથી. ભારતમાં એન્ડ્રોઇડ યુઝર અપડેટને માટે ડેટા અને સમય બંને આપતા નથી. આ જ કારણ છે કે હાલ સુધી જે પણ સ્માર્ટફોનમાં 5.0.2 લોલીપોપ અપગ્રેડેબલ છે તેને માટે હેન્ડસેટ્સમાં 100 ટકા અપડેટ આપવામાં આવ્યું નથી, એપલના ડિવાઇસમાં 69 ટકા IOs8 અપડેટ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,372 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>