બેન્ક છુપાવે છે આ વાત, બેન્કમાં સોના-ચાંદી પણ નથી હોતા સુરક્ષિત

There are also gold and silver hired locker Safe, Bank Hides talk

બેંક લોકરમાં આપણે કિંમતી અને મહત્ત્વપૂર્ણ વસ્તુઓ સુરક્ષિત રાખીએ છીએ, પરંતુ શું ખરેખર તે સુરક્ષિત હોય છે? બેંકમાં લૂટ અને આગ લાગવાની બનાવોને જોતા આવો વિચાર મનમાં થાય તે સ્વાભાવિક છે. કોઈ કારણસર જો બેંકનું લોકર આપણી કિંમતી વસ્તુઓ સમેત નાશ પામે તો શું થાય. જવાબ છે, લોકરના માલિકને કંઈપણ નહીં મળે.

આઈડીબીઆઇ બેંકના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર આર. કે. બંસલ અનુસાર, બેંક લોકર ગ્રાહક ભાડા પર લે છે. જો, બેંકમાં ચોરી થાય અથવા આગ લાગે તો અથવા પૂર આવવાને કારણે લોકરમાં રાખવામાં આવેલ સામાનને નુકસાન થાય તો બેંકની કોઈ જવાબદારી રહેતી નથી. તેમણે જણાવ્યું કે, જો બેંકની કોઈ ભૂલના કારણે નુકસાન થાય અને લોકરના ગ્રાહક એ સાબિત કરી બતાવે તો બેંકની જવાબદારી આવી છે.

લોકરમાં રાખવામાં આવેલ વસ્તુ ગાયબ થઈ જાય ત્યારે પણ બેંક જવાબદાર નથી

આપણે વિચારીએ છીએ કે બેંક લોકર સુરક્ષા અને ગુપ્તતાના કારણે આપણી મૂલ્યવાન વસ્તુઓ સુરક્ષિત રાખવાની દૃષ્ટિએ સુરક્ષિત જગ્યા છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. બેંક કહે છે કે, લોકરમાં રાખવામાં આવેલ તમારો સામાન સુરક્ષિત છે પરંતુ જ્યારે તમારી વસ્તુ ગાયબ થઈ જાય ત્યારે દે સંપૂર્ણ બેજવાબદાર બની જાય છે. બેંકોનું કહેવું છે કે, ભાડા પર લોક લેનાર વ્યક્તિ અને બેંકની વચ્ચે મકાન માલિક અને ભાડુઆત જેવો સંબંધ હોય છે. વાસ્તવમાં બેંકને એ ખબર નથી હોતી કે લોકરમાં શું રાખવામાં આવ્યું છે. આ જ કારણ છે કે, જો લોકરમાં રાખવામાં આવેલી વસ્તુ ગાયબ થઈ જાય અથવા તેને કોઈ નુકસાન થાય તો બેંક ભરપાઈ કરવા નથી ઇચ્છતી.

શું કહે છે આરબીઆઇ

There are also gold and silver hired locker Safe, Bank Hides talk

બેંક લોકર વિશે ભારતીય રિઝર્વ બેંકની નીતિ કોઈપણ રીતે વ્યક્તિ દ્વારા ભાડે લેવામાં આવેલ લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પ્રત્યેક જવાબદારીભરી નથી. ચોરી, ધાડ અથવા આ પ્રકારની ઘટનામાં કાર્યવાહી કાયદાકીય રીતે કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક અનુસાર, જો બેંક લોકરમાં રાખવામાં આવેલ વસ્તુઓ વિશે ન જાણતી હોય તો પણ લોકરમાં રાખવામાં આવેલ વસ્તુઓની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા જોઈએ. પાછલા વર્ષોમાં આવી ઘણી ઘટના બની છે જેમાં લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓને નુકસાન થવાની સ્થિતિમાં નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવી છે.

આઈડીબીઆઇ બેંકના ઈડી આર કે બંસલનું પણ કહેવું છે કે, ગ્રાહક જો એ સાબિત કરી દે કે લોકરને થયેલ નુકસાન માટે બેંક જવાબદારી છે તો નુકસાનની ભરપાઈનો મામલો બની શકે છે.

બેંક લોકર લેતા સમયે આ વાતોનું ધ્યાન રાખવું

There are also gold and silver hired locker Safe, Bank Hides talk

જો લોકરમાં તમારી કિંમતની ચીજ હોય તો તે સુનિશ્ચિત કરી લો કે બેંકે આલાર્મ સિસ્ટમ, લોખંડના દરવાજાવાળા રૂમ અને સીસીટીવી દ્વારા ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ જેવી સુરક્ષાના તમામ ઉપાયો કર્યા છે કે નહીં. એ પણ જરૂરી છે કે, તમે તમારા લોકરની સમય સમય પર તપાસ કરતા રહો.

બેંકના નિયમો અને શરતો જરૂર જોવા

સૌથી મહત્ત્વપૂર્ણ છે લોકર ભાડા પર લેતા સમયે બેંકની શરતો અને નિયમ ધ્યાનથી વાંચી જવા. લોકરમાં જે વસ્તુ રાખવાની છે તેની એક યાદી બનાવવાનો પ્રયત્ન કરો. તેનાથી કોઈ અગમ્ય ઘટનાના સમયે તમને તમારી વસ્તુઓની કિંમતની ગણતરી કરવામાં સરળતા રહેશે. જેથી કરીને તમે ભરપાઇનો દાવો કરી શકો. તમે તમારું લોકર હંમેશા કોઈ બેંક કર્મચારી સમક્ષ જ ખોલો અને જ્યારે તમે ત્યાંથી નીકળો ત્યારે તે જોઈ લેવું કે તમે લોકર યોગ્ય રીતે બંધ કર્યું છે કે નહીં.

બેંક દ્વારા ઉપલબ્ધ સુરક્ષાના જે માપદંડો અપનાવવામાં આવે છે તે આપણા ઘરની તૂલનામાં વધારે સુરક્ષિત છે. પરંતુ બેંક કોઈ જવાબદારી નથી લેત માટે લોકર ભાડ પર લેવા પર આ એક સૌથી મોટો ચિંતાનો વિષય છે.

કઈ વ્યક્તિ ભાડા પર લોકર લઈ શકે છે

There are also gold and silver hired locker Safe, Bank Hides talk

બેંક લોકર ભાડા પર લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને કેટલીક બેંક તમને તેને ત્યાં બચત ખાતું ખોલવા માટે પણ કહી શકે છે. તમે તમારી જરૂરત અનુસાર લોકર પસંદ કરી શકો છો. લોકર માટે ડિપોઝીટ રકમ અને ભાડું દરેક બેંકનું જુદુ જુદા હોય છે. તેના માટે નોમિનેશન અથવા જોઇન્ટ ખાતું ખોલાવવું ફરજિયાત હોય છે અને લોકર ભાડા પર લેતા સમયે બેંક ગ્રાહકને મેમોરેન્ડમ ઓફ લેટિંગ આપે છે, જેમાં લોકરને સંબંધિત તમામ વિગતો હોય છે.

દરેક લોકરની બે ચાવીઓ હોય છે, જેમાંથી એક બેંકની પાસે રહે છે અને બીજી ચાવી ગ્રાહકની પાસે હોય છે. પરંતુ લોકર ત્યારે જ ખુલશે જ્યારે બન્ને ચાવીઓ લગાવવામાં આવશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,981 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 6 =