લેપટોપ, કિ-બોર્ડ ,કોમ્પ્યુટર, ઘરે બેઠા કરો GADGETSની સફાઇ

laptop keyboard and computer repair tips in janvajevuકેટલીક વખત લેપટોપ અથવા તો કોમ્પ્યુટરની સરખી રીતે સફાઇ અથવા તો મેન્ટેનન્સ ના થાય તો યુઝર્સને ગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેવી કે સિસ્ટમ વારં-વાર ગરમ થઇ જવી, ધીમી કરવી, હેન્ગ થવી. અહિયા જાણવાજેવું.કોમ તમને તમારા ગેજેટ્સની સફાઇ કરવાની કેટલીક ટીપ્સ વિશે જણાવી રહ્યુ છે.

કિબોર્ડને કેવી રીતે ક્લિન કરશો

કિબોર્ડની સફાઇ દરમિયાન બે વસ્તુનુ ધ્યાન રાખવુ જરૂરી છે. જો તમે લેપટોપના કિબોર્ડને સાફ કરી રહ્યા છો તો મશીન પાવર ઓફ હોવો જોઇએ અને જો તમે કોમ્ય્યુટર કિબોર્ડની સફાઇ કરી રહ્યા હોવ તો કિબોર્ડને સિસ્ટમથી અલગ કરી દો.

કિબોર્ડની સફાઇ માટે લિક્વિડ

  • isopropyl alcohol – આ એક ક્લિનર છે જે આસાની થી બજારમાં મળી જાય છે. આનાથી લેપટોપ અથવા કિબોર્ડ સ્લિન કરી શકાય છે.
  • આલ્કોહોલ- આનાથી ગેજેટ્સ સાફ કરવામાં સરળતા રહે છે. એ વાતનુ ધ્યાન રાખવુ જરૂરી છે કે ફક્ત ત્રણ ટીપાથી જ સફાઇ કરવી

કેવી રીતે સફાઇ કરશો

તેના માટે એક ફાયર બડમાં અથવા તો થોડા રૂને નાની લાકડી સાથે ચોટોડી તેમાં બે ટીપા આલ્કોહોલ નાખો, બે મિનિટ સુધી રહેવા ગો ત્યાર બાદ હલ્કા હાથે ગેજેટ્સની સફાઇ કરો. ધ્યાર રહે કે વધારે પ્રેશર કરવાથી આલ્કોહોલ અંદર જઇ શકે છે. હલ્કા હાથથી સફાઇ કર્યા બાદ ચોખ્ખા કપડાથી તેને સાફ કરી દો. કિબોર્ડ ઉપરાંત તમારી પાસે કિબોર્ડ વાળો મોબાઇલ હોય તો તે પણ તમે આવી રીતે સાફ કરી શકો છો.

શુ ન કરવુ

કોઇ પણ પ્રકારનુ ક્લિનર અથવા તો લિક્વિડને સુધુ ગેજેટ્સ પર ન નાંખો. ટુથપિક અથવા તો બ્રશ જેવી કોઇ વસ્તુથી ગેજેટ્સને સાફ કરવાની કોશીશ ના કરવી. જો ટુથપિક નો ઉપયોગ કરી રહ્યા હોવતો તેની આગળ થોડુ રૂ લગાવવુ. ગેજેટ્સ ચાલુ હોય તે દરમિયાન સફાઇ ના કરવી

સ્ક્રિન સાફ કરવા માટે

laptop keyboard and computer repair tips in janvajevu

લેપટોપ અથવા તો ડેસ્કટોપની સ્ક્રિનને સાફ કરવા માટે લિક્વિડ શોલ્યુશનનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બજારમાંથી ક્લિનર પણ લાવી શકાય છે.

જો ક્લિનર ના હોય તો

  • ઉકાળેલા પાણી અને વ્હાઇટ વિનેગરને બરાબર માત્રામાં મેળવીને સફાઇ કરી શકો છો.
  • આલ્કોહોલ પણ કામમાં આવી શકે છે. જેનાથી કિબોર્ડ પણ સાફ કરી શકાય છે.

લેપટોપની સ્ક્રિનની સફાઇ કરવા માટે microfiber કપડાનો ઉપયોગ કરવો. આ કપડુ સોફ્ટ હોય છે અને તેવાથી ડિવાઇસની ગ્લાસ સ્ક્રિનને કોઉ પણ પ્રકારનુ નુકશાન નથી થતુ. આ પ્રકારનુ કપડુ મોટેભાગે ચશ્મા સાફ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. મોટી સ્ક્રિનને સાફ કરવાનો પ્રયત્ન ન કરવો કરાણ કે તેના રેશા સ્ક્રિન પર રહી જાય છે. LCD સ્ક્રિન પર એમોનિયા ફ્રિ ક્લિનરનો ઉપયોગ કરવો.સફાઇ કરતી વખતે કપડા પર આલ્કો હોલના ફક્ત બે કે ત્રણ ટીંપાજ નાખવા.

શુ ન કરવુ

  • લિક્વિટને સ્ક્રિન પર સીધ ન નાંખવુ. હંમેશા સ્પ્રે અથવા તો કોઇ ક્લિનર કપડા પર નાંખવુ
  • સ્ક્રિન સાફ કરવા માટે ક્યારે ઓવ પર્પસ સ્લિનરનો ઉપયોગ ન કરવો
  • સ્ક્રિનને સ્ક્રબ ન કરવી

CPU અથવા લેપટોપની બેટરીની સફાઇ

laptop keyboard and computer repair tips in janvajevu

કોમ્પ્યુટરના સીપીયુ અથવા લેપટોપની બેટરીમાં ધુળ જામી ગઇ હોય તો સિસ્ટમ ગરમ થઇ જવાનો ડર રહે છે. જેથી કરીને એક-બે મહિને તેની સફાઇ કરવી જરૂરી છે.

સ્ક્રુ ડ્રાઇવર- સીપીયુને ખોલવા માટે

canned air – આને ગેસ ડસ્ટર પણ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસની સફાઇ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં આ વસ્તુ આસાનીથી ઉપલબ્ધ છે.

કેવી રીતે કરશો સફાઇ

લેપટોપની બેટરી અથવા સીપીયુને સાફ કરતા પહેલા તેને સિસ્ટમથી અલગ કરી દો. ત્યાર બાદ કેન્નડ એરથી તેને બ્લો કરો. એવુ કરવાથી તેની અંદર રહેલી ધુળ સાફ થઇ જશે. સીપીયુમાં સફાઇ કરતા સમયે એ વાતનુ ધ્યાન રાખવુ જરૂરી છે કે પ્રેશર વધારે ના હોય.

શુ ન કરવુ

  • ભીના કપડાછી લુછવાની કોશીશ ન કરવી.
  • સીપીયુનો ફેન બ્લેડ્સને વાળવાની કોશીશ ન કરવી
  • જો સીપીયુનો ફેન કામ નથી કરી રહ્યો તો ધ્યાન રાખવુ કે સિસ્ટમનો વધારે સમય સુધી ઉપયોગ ન કરવો જો તમે વધારે સમય સુધી ચાલુ રાખશો તો ઓવર હિટીંગની સમસ્યા આવી શકે છે.

સ્માર્ટફોનને સાફ કરવા માટે 

laptop keyboard and computer repair tips in janvajevu

ટુથ પિકનો ઉપયોગ કરવો

કેટલીક વખત હેડફોન જેકમાં અથવાતો યુએસબી પોર્ટમાં ડસ્ટ જામી જવાના કારણે તે ઠીકથી કામ નથી કરતુ એવામાં હેડફોન જેક અથવા તો પોર્ટને ટુથપિકથી સાફ કરી શકાય છે. ટુથપિકની ઘાર પર થોડુ રૂ લગાવી અને જામી ગયેલી ધુળ સાફ કરો. તેના માટે એમોનિયા ક્લિનર, નેલ પોલિશ રિમુવર અથવા તો આલ્કોહોલનો ઉપયોગ પણ કરી શકાય, પરંતુ તેનો ઉપયોગ યુએસબી પોર્ટમાં કરવો નહી કારણ કે તેના ક્લિનર ફોનની અંદર જઇ શકે છે.

સ્ક્રેચ હટાવવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કરવો

જો તમારી પાસે મેટાલિક ફ્રેમ અથવા બેક કવર વાળો મોબાઇલ હોય અને તમારા ખિસ્સામાં રાખવાના કારણે સિક્કા અને ચાવી સાથે રાખવાથી અથવા તો કોઇ અન્ય કારણોથી તેમાં સ્ક્રેચ પડી ગયા હોય તો સેન્ડપેપરનો ઉપયોગ કરી શકાય છે. ઘ્યાન રાખવુ કે ટ્રીક પ્લાસ્ટિક ફ્રેમ વાળા આ ગ્લોસી બેક કવર વાળા ફોનમાં ઉપયોગ ન કરવો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,706 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 1 =