લેનોવો એ લૌન્ચ કર્યો 5.5 ઇંચ સ્ક્રીનવાળો K3 Note, કિંમત 9999 રૂ.

Lenovo in  5.5 inch display K3 Note, the price of Rs 9999., Sold on July 8.

ચીની સ્માર્ટફોન મેકર કંપની લેનોવોએ પોતાનો લૉ બજેટ 4G સ્માર્ટફોન ભારતીય બજારમાં લૉન્ચ કર્યો છે. ફોનની કિંમત 9999 રૂપિયા છે. હવે કંપનીએ ફોનની ફ્લેશ સેલની તારીખ જાહેર કરી દીધી છે. લેનોવોનો K3 નોટ સ્માર્ટફોન 8 જૂલાઇથી ફ્લિપકાર્ટ થ્રુ વેચાણ માટે આવશે. અત્યાર ફ્લિપકાર્ટ આ ફોન માટે રજિસ્ટ્રેશન એકસેપ્ટ કરી રહી છે.

તમને કહી દઇએ કે, આ સ્માર્ટફોનને કંપનીએ સૌથી પહેલા ચીનમાં લૉન્ચ કર્યો હતો. તેની કિંમત 9300 રૂપિયા(CNY 899) રાખી હતી. આ સ્માર્ટફોનને Meizu m1 નોટના કોમ્પીટીટરના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. Meizu m1ને ભારતમાં 11,999 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો. ફિચર્સની બાબતમાં આ બન્ન સ્માર્ટફોન એકસરખા જ છે ફર્ક ફક્ત કિંમતનો જ છે.

ફોનમાં શું છે ખાસ

* આ ફોનમાં મ્યૂઝીક સાંભળવું વધારે આનંદદાયક બનશે લેનોવોએ આ ફોનમાં 5 સાઉન્ડ ઇક્વિલિઝર મોડ આપ્યું છે.

શું છે લેનોવો K3 નોટના ફિચર્સ

લેનોવોનો નવો K3 નોટ સ્માર્ટફોન 4G નેટવર્ક સપોર્ટ કરે છે. આ ફોનમાં ડ્યુલ સીમ (GSM+GSM)નો વપરાશ કરી શકાય છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Lenovo in  5.5 inch display K3 Note, the price of Rs 9999., Sold on July 8.

K3 નોટની ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડની લૉલીપોપ 5.0.0 સિસ્ટમ પર કામ કરે છે. આમાં Vibe (v2.5) યૂઝર્સ ઇન્ટરફેસ પણ આપવામાં આવ્યું છે.

ડિસ્પ્લે

આમાં 5.5 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે. જે (1080*1920 પિક્સલ) રિઝોલ્યુશન ક્વૉલિટી અને 401 ppi (પિક્સલ પર ઇંચ) આપે છે. સાથે સાથે 178 ડિગ્રીનો વ્યુઇંગ એન્ગલ આપે છે. સ્ક્રીનનું રિઝોલ્યુશન જેટલું સારુ હશે તેટલી સારી ક્વૉલિટી મળશે.

પ્રોસેસર

ફોનમાં 64 બીટનું 1.7 GHz ઓક્ટાકોર (MediaTek MT6572) પ્રોસેસર આપવામાં આવ્યું છે. 64 બીટનો મતલબ છે કે, જે પ્રોસેસર ફોનમાં વાપરવામાં આવ્યું છે તે તેટલી વધારે રેમ, વધારે મેમરી અને વધારે કેમેરા ફિચર્સ સપોર્ટ કરી શકે છે. 64 બીટની સાથે સાથે ફોનમાં સારામાં સારુ હાર્ડવેર અને સોફ્ટવેર આપવામાં આવ્યું છે. ફોન 2 GB રેમની સાથે આવે છે.

મેમરી

આપણે બતાવી દઇએ કે K3 નોટમાં 16 GB ઇનબિલ્ટ મેમરી આપવામાં આવી છે. તેની સાથે ફોનમાં માઇક્રો એસડી કાર્ડ માટેનો સ્લોટ પણ આપવામાં આવ્યો છે જેની મદદથી તમે ફોનની મેમરી 32 GB સુધી વધારી શકો છો.

કેમેરા

Lenovo in  5.5 inch display K3 Note, the price of Rs 9999., Sold on July 8.

કેમેરા ફિચર્સની વાત કરીએ તો લેનોવોના આ સ્માર્ટફોનમાં LED ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, યુઝર્સ તેમાં HD વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે. સેલ્ફી પ્રેમીઓ માટે કંપનીએ 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપ્યો છે.

કનેક્ટિવીટી

કનેક્ટિવીટી માટે કંપનીએ ફોનમાં 4G (TD-LTE/ LTE), વાઇ-ફાઇ, GPS/ A-GPS, બ્લૂટૂથ 4.0 અને Micro-USB v2.0 જેવા દમદાર ઓપ્શન આપ્યા છે.

બેટરી

આ સ્માર્ટફોન 3000 mAh પાવારવાળી બેટરીની સાથે આવે છે કંપનીના જણાવ્યા મુજબ, આ બેટરી 36 કલાકનો ટૉકટાઇમ અને 750 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે.

બોડી ડાયમેન્શન

Lenovo in  5.5 inch display K3 Note, the price of Rs 9999., Sold on July 8.

આ ફોનનું બોડી ડાયમેન્શન 152.6×76.2×7.99mm છે અને તેનું વજન 150 ગ્રામ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,397 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 27

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>