લિપસ્ટિક લગાવતા આટલું ધ્યાન રાખો

લિપસ્ટિક લગાવતા રાખો આટલું ધ્યાન

હોઠ પર હંમેશા લિપસ્ટિક લગાવવાથી હોઠ કાળા પડી જાય છે. તેમજ કેંસર થવાનો પણ ભય રહે છે. પરંતુ જો લિપસ્ટિક ન લગાવીએ તો હોઠ સારા પણ નથી લગાતા. પરિણામે મોટા ભાગની યુવતીઓ ટોપસ્ટીક કે લીપગ્લોસનો ઉપયોગ કરતી હોય છે. ચોપસ્ટીક અને લીપગ્લોસનો ઉપયોગ કરવાથી હોઠ કાળા પણ નથી પડતા અને આકર્ષક પણ દેખાય છે. તમારા હોઠને સુંદર અને આકર્ષિત રાખવા માટે નીચેના ઉપાય અપનાવી શકો છો.

લિપસ્ટિક લગાવતા રાખો આટલું ધ્યાન

જો તમારે લીપ્સ્ટીક ન લગાવવી હોય તો કોઈ યોગ્ય કલરની લિપ લાઈનર દ્વારા પણ તમે તમારા હોઠને સારો લુક આપી શકો છો. હોઠ પર વારંવાર જીભ ન ફેરવશો નહિતર તમારા હોઠ જાડા થઈ જશે અને વધારે રૂક્ષ થઈ જશે. જ્યારે પણ હોઠ પર લિપસ્ટિક લગાવો ત્યારે એક વાતનું ધ્યાન રાખો કે તે તમારા કપડાં સાથે અને તમારી સ્કીન સાથે મેચ કરે છે કે નહિ. હંમેશા એવા કલરની પસંદગી કરો જે તમારા પર સુટ કરતી હોય.

લિપસ્ટિક લગાવતા રાખો આટલું ધ્યાન

જો તમારે કોઈ પાર્ટી કે ફંક્શનમાં જવાનું હોય તો તમારી લિપસ્ટિકની પસંદગી તે પાર્ટીને અનુરૂપ અને તમારા ડ્રેસને અનુરૂપ કરો. દિવસ દરમિયાન લાઈટ અને નેચરલ કલર સારા લાગે છે તેમજ રાત્રિ દરમિયાન ડાર્ક અને ગ્લોસી લીપ્સ્ટીક વધારે સારી લાગશે. જ્યારે પણ લીપ્સ્ટીક લગાવો તે પહેલાં હોઠને કોટન વડે ફાઉંડેશનથી સાફ કરી લો. ત્યાર બાદ ફાઉંડેશનનો એક બેઝ લગાવો પછી લિપસ્ટિક લગાવવાથી તે લાંબા સમય સુધી ટકી રહે છે. લિપસ્ટિક લગાવ્યા પછી ટીસ્યુ પેપર વડે વધારાની લીપ્સ્ટીકને દૂર કરી દો. ત્યાર બાદ તેની પર લીપગ્લોસ લગાવવાનું ન ભુલશો.

લિપસ્ટિક લગાવતા રાખો આટલું ધ્યાન

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,617 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>