લિનોવોએ સૌથી સસ્તો ૪જી મોબાઈલ A6000 લોન્ચ કર્યો

લિનોવોએ સૌથી સસ્તો ૪જી મોબાઈલ A6000 લોન્ચ કર્યો

ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક કંપની લિનોવોએ લાસ વેગાસમાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ CES ૨૦૧૫માં એક નવો સ્માર્ટફોન A6000 લોન્ચ કર્યો. આ ફોન હજી સુધીનો સૌથી સસ્તો ૪જી નેટવર્ક ધરાવતો સ્માર્ટફોન છે.

ભારતમાં હાલમાં લોન્ચ થયેલા માઈક્રોસોફ્ટ YU યુરેકા અને લુમા ૬૩૮ કરતાં પણ આ ૪જી સ્માર્ટફોન વધારે સસ્તો છે. લિનોવોના આ સ્માર્ટફોનની સ્ક્રીન ૫ ઈંચ છે તથા તેમાં ૧ જીબીની રેમ છે. ફોનની ઈન્ટરનલ મેમરી ૮ જીબી છે.

વધુમાં, ફોન રિઅર કેમેરા ૮ મેગાપિક્સલ છે તો ફ્રન્ટ કેમેરા પણ ૨ મેગાપિક્સલ જેટલો પાવરફૂલ રાખવામાં આવ્યો છે. આ ફોનમાં ડ્યુલ સિમની સુવિધા રાખવામાં આવી છે તથા તેની ઓપરેટિંગ સિસ્ટમ ૪.૪ કિટકેટ છે. લિનોવો ભારતમાં આ ફોન ફ્લિટકાર્ટ પર વેચશે. બજારમાં આ ફોન રૂપિયા ૮,૦૦૦ જેટલી કિમતે વેચાશે.

Comments

comments


4,044 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 8