‘લાવા આયરિસે’ લોન્ચ કર્યા બે સ્માર્ટફોન, જાણો તેના ખાસ ફિચર

Lava Iris launch in two phone learn featuresસૌજન્ય
દિવ્ય ભાસ્કર

લાવા કંપનીએ પોતાનો આયરિસ ફ્યૂલ રેન્જમાં નવા બે સ્માર્ટફોન- ‘આયરિસ ફ્યૂલ 10’ અને ‘ફ્યૂલ 25’ લોન્ચ કર્યા છે. કંપનીએ આ ફોનની સાથે કંપની બે મહિના માટે ફ્રી 3જી ઇન્ટરનેટની ઓફર આપી છે અને આ ઓફરનો 30 જૂન સુધી ગ્રાહકો લાભ લઇ શકશે.

લાવા ‘આયરિસ ફ્લૂય 10’ એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઉપર આધારીત હશે. એમાં 4.5 ઇંચ આઇપીએસ ડિસ્પ્લેની સાથે 1.4 જીએચજેડ ક્વાડકોર મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. 1જીબી રેમ અને 8 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં 5 મેગાપિક્સલ રિયર અને 2એમપી ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

‘આયરિસ ફ્લૂય 25’ મોડલમાં 5 ઇંચની ટીએફટી ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં 1.2 જીએચજેડ ડ્યુઅલ કોર પ્રોસેસર, 512 એમબીની રેમ આપવામાં આવી છે આ મોડલમાં 5 એમપી રિયર અને 0.3 એમપી ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4જીબીનો ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યો છે જેણે મેમરીકાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારી શકાય છે. લાવાના બંને મોડલમાં 3000 એમએએચની બેટરી આપવામાં આવી છે.

Comments

comments


3,477 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 3 =