હાસ્ય ઝોન

લાફિંગ ઝોનજેલમાં પોપટ:-

એક વાર એક પોપટ એક કાર સાથે અથડાયો ને ભેહોશ થઈ ગયો. કારના માલિકે પોપટને પાંજરામાં પૂરી દીધો  અને જ્યારે પોપટ હોશ મા આવી ગયો ત્યારે તે બોલ્યો કે “અરે ભગવાન! મને તો જેલમાં પૂર્યો.પણ  નક્કી આ  કારવાળો બિચારો મરી ગયો હશે.”

કિસ્મતવાળા પપ્પા?

પપ્પુ દોડતો દોડતો એના પપ્પા પાસે ગયો અને બોલ્યો  કે “પપ્પા,તમે તો બહુ કિસ્મતવાળા છો.”એના પપ્પાએ  પૂછયું, “અચ્છા? કેવી રીતે?” પપ્પુએ કહ્યું, “હું નાપાસ થયો છું એટલે તમારે મારા માટે નવી ચોપડીઓ નહીં ખરીદવી પડે. તમારા પૈસા બચ્યા, છેને જોરદાર કિસ્મત!”

 

આખરી ઈચ્છા!

એક કેદીને ફાંસીની સજા થવાની હતી. જેલરે વહેલી સવારે કેદીને પૂછયુ બોલ તારી આખરી ઈચ્છા શું   છેકેદીએ કહ્યું, “સાહેબ તમે મને પગ ઉપર હોય અને માથુ નીચે હોય એવી રીતે ફાંસી આપો એટલી જ મારી આખરી ઈચ્છા છે

 

સૌથી લાંબી વસ્તુ?

ચિંટુ : યાર પપ્પુ, ચાલ જગતની સૌથી લાંબી વસ્તુનું નામ બોલ.

પપ્પુ : રબર.

ચિંટુ : કેવી રીતે?

પપ્પુ : હોય નાનું પણ ખેંચીએ એટલે લાંબુ થાય!

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


6,915 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 4