* વજન વગર ની વાત નકામી
* ભજન વગર ની રાત નકામી
* સંગઠન વગર ની નાત નકામી
* માનવતા વગર ની જાત નકામી
* કહ્યું ન માને એ નાર નકામી
* બેસી જાય તેવી ઘોડી નકામી
* બ્રેક વગર ની કાર નકામી
* પૂંજી સાવ અધૂરી નકામી
* સમજણ સાવ થોડી નકામી
* ભણતર વગર નું જીવન નકામું
* સ્વાદ વગર નું જમણ નકામું
* સુગંધ વગર નું ફુલ નકામું
* સુધારે નહીં તેવો માર નકામો
* બોલ્યો ફરે એ બંદો નકામો
* કઈ ઉપાડે નહીં તે કાંધો નકામો
* છોલે નહીં તે રનધો નકામો
* નફા વગર નો ધંધો નકામો
* ખરાબ સમયમાં જે સાથ ન આપે તે મિત્ર નકામો.