લસણ અને મધ એકસાથે ખાવાના છે ચોકાવનાર ફાયદાઓ

paritahffs

આયુર્વેદમાં લસણ અને મધને એક દવા માનવામાં આવે છે. લસણ અને હની બંને જ ગુણકારી છે. આ બંનેમાં રોગોને જડમૂળથી ગાયબ કરવાની ક્ષમતા રહેલ છે. લસણ ખાવામાં જેવી રીતે ટેસ્ટ વધારે છે, તેવા જ તેના ફાયદાઓ પણ છે.

લસણ અને મધ ગુણનો ખજાનો છે. આયુર્વેદમાં જણાવાયું છે કે લસણનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી વધતી ઉમરમાં પણ યુવાવસ્થા જેવું ફિલ કરી શકો છો. લસણ આંતરડાના દુષિત કીડાઓને નીકાળે છે. લસણ અને મધને મિક્સ કરવાથી તેની શક્તિ એટલી બધી વધી જાય છે કે આ રોગપ્રતિકારક સિસ્ટમને ખુબ સ્ટ્રોંગ બનાવે છે.

* ઔષધીની જેમ જ લસણમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, ક્ષાર, ફોસ્ફરસ, લોહ અને વિટામિન એ, બી અને સી મળી રહે છે.

* 50 ગ્રામ રાઈના તેલમાં પીસેલી એક લસણની કળી નાખો. હવે આને ઘીમાં તાપે થોડું ગરમ થવા દો. આ કળી સહેજ બળવા લાગે એટલે તેને ચારણી વડે ચાળીને બોટલમાં ભરવી. આ તેલને રોજ રાત્રે સુતા પહેલા માથામાં માલીશ કરવી આમ કરવાથી (હેર ફોલ) તમારા ખરતા વાળની સમસ્યા દુર થશે.

* લસણની 5 કળીઓને 50 મીલીગ્રામ પાણીમાં પીસી લેવી પછી આમાં 10 ગ્રામ મધ નાખીને સવારે સેવન કરવું. આમ કરવાથી તમારા માથાના વાળ કાળા બનશે.

* લસણ નું સેવન કરનાર વ્યક્તિને ફેંફસાના રોગો નથી થતા. લસણ એક કીટાણુંનાશક છે. આ એન્ટીબાયોટીક દવાઓનો સારો વિકલ્પ છે. લસણથી ટીબી ના કીટાણુઓ નાશ પામે છે.

honey-garlic-syrup

લસણની 5 કળીને થોડા પાણીમાં નાખી પીસી લેવી અને તેમાં 10 ગ્રામ મધ નાખી સવારે અને સાંજે પીવું. આ પીવાથી શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયાનો નાશ થશે.

* લસણ અને મધને ખાવાથી શરદી-ઉધરસ ની સાથે સાઇનસની તકલીફ ઘણી દુર થઇ જાય છે. આ અંને શરીરમાં ગરમી વધારે છે અને શરીરને રોગમુક્ત કરે છે.

* આનું યોગ્ય રીતે સેવન કરવાથી શરીરની ગંદકી અને પ્રદૂષિત પદાર્થ બહાર નીકલી જાય છે, જેથી કોઈપણ પ્રકારની સમસ્યા વગર આપણને સારું ફિલ થાય છે.

* એક બે લસણની કળીને પીસે તેમાં થોડું મધ નાખી ખાવાથી ધમનીઓમાં જામેલ ચરબી નીકળી જાય છે. જેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે હૃદય સુધી પહોચી જાય છે. આનાથી હદયની સુરક્ષા રહે છે અને હાર્ટ અટેક જેવી બીમારી થવાનો ભય ઓછો રહે છે.

* રોજ આને ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ 12 % સુધી ઓછુ થઇ જાય છે. આ બ્લડ ફ્લોટિંગને રોકે છે, લોહી પાતળું કરે છે અને લોહીનો પ્રવાહ સુચાર કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


19,391 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 49