સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નું મીણનું પુતળું બદલીને લંડનના મ્યુઝિયમ ‘મેડમ તુસાદ’ માં બીજું પુતળું લગાવવામાં આવી રહ્યું છે. પુતળું બનાવવા માટે અમિતાભ બચ્ચને કપડા, ફેસ વગેરેનું માપ પણ આપી દીધું છે.
આની પહેલા આ જ સંગ્રહાલયમાં તેમનું પહેલું પુતળું વર્ષ 2000 માં લગાવવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન અમિતાભની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ નું શુટિંગ ચાલી રહ્યું હતું. તે પુતળામાં અમિતાભ ફ્રેંચ સફેદ દાઢીમાં જોવા મળ્યા હતા.
જાણકારી અનુસાર અમિતાભ બચ્ચન આ પુતળામાં આજે તેમનો જે લુક છે તે જ જોવા મળશે. આ મ્યુઝિયમ માં બોલીવુડ તરફથી સૌથી પહેલું પુતળું બીગ બી નું જ હતું. ત્યારબાદ જ સલમાન, શાહરૂખ, હૃતિક અને એશ્વર્યાનું લાગ્યું.