રોયલ વેડિંગ: પગની પાની સુધી હીરાથી લદાયેલી કન્યા, 5,000 મહેમાનો

Royal Wedding: the calf to the heel diamond-laden bride, 5,000 guests

સમારોહ દરમિયાન નવદંપતિએ પહેલા સોના અને હીરાજડિત મેચિંગ આઉટફિટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

વિશ્વના સૌથી પૈસાદાર વ્યક્તિઓમાં સામેલ અને સોનાના સુલતાન ગણાતા બ્રુનેઈના સુલતાન હસન-અલ-બોલકિયાના પુત્ર પ્રિન્સ અબ્દુલ મલિક(ઉં.વ.31)ના શાહી લગ્નનો શાહી સમારોહ 1,788 ઓરડાવાળા બ્રુનેઈના ઈસ્તાના નુરલ ઈમાન પેલેસમાંમાં યોજાયો હતો. પ્રિન્સની પત્નીનું નામ દયાંગ્કુ રાબ્બીઆતુલ અદવિયાહ પેંગરિયાહ હાજી બોલ્કિયાહ છે. જે 22 વર્ષની છે અને ડેટા એનાલિસ્ટ તરીકે ફરજ બજાવે છે.

માથાથી લઈને પગની પાની સુધી હીરાથી લદાયેલી દુલ્હન

રવિવારે રાજમહેલમાં યોજાયેલા એક ખાસ સમારોહમાં પ્રિન્સ અબ્દુલ અને દયાંગ્કુએ પત્ની પત્ની તરીકેના શપથ લીધા હતાં. આ પ્રસંગે રાજવી પરિવાર અને મિત્રો ઉપરાંત વિદેશી મહેમાનો પણ હાજર રહ્યાં હતાં. નવદંપતિએ પહેલા સોના અને હીરાજડિત મેચિંગ આઉટફિટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તો નવવધુએ હાથમાં રાખેલ ફૂલોને બદલે રત્નોના ગુલદસ્તો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

દુલ્હને લગ્નના પોશાકમાં 6 પન્નાથી જડેલા હીરાનો તાજ, હીરાનું જ નેકલેસ અને રત્નોનો બુકેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેન્ડેન્ટમાં 3 પન્ના, ઈંડા જેવડા મોટા બે પન્નાથી બનેલો બ્રોચ, સોનાનાં ઝાંઝર, ખરોવસ્કી ક્રિસ્ટલથી જડેલા સેન્ડલનો સમાવેશ થાય છે.

રાજવીઓ રહ્યાં હાજર

મહેલની ‘થ્રોન ચેમ્બર’માં સોના અને હીરા જડિત વસ્ત્રોમાં નવદંપતિએ હાજર મહેમાનોના આશિર્વાદ મેળવ્યા હતાં. બ્રુનેઈ ટાઈમ્સના જણાવ્યા અનુસાર આ શાહી શાદીમાં મલેશિયાના સાત રાજવીઓ અને સાઉદી અરેબિયાના ગવર્નર પણ હાજર રહ્યાં હતાં. 5 એપ્રિલથી શરૂ થયેલા લગ્ન સમારોહમાં રવિવારે પ્રથમ વખત નવદંપતિ જાહેરમાં આવ્યું હતું. લગ્ન સમારોહ દરમિયાન 5,000 મહેમાનોને આમંત્રણ પાઠવાયું હતું.

15 એપ્રિલ સુધી ચાલશે શાહી સમારોહ

રવિવારે યોજાયેલા આ શાહી લગ્નના સમારોહની શરૂઆતમાં વધુ અને વરના પરિવારજનો દ્વારા સુંગધી તેલ અને પાવડરને હથેળીમાં લગાવીને થઈ હતી. આ શાહી શાદી 15 એપ્રિલ સુધી ચાલશે. નવદંપતિ દ્વારા આભારવિધીની પરંપરા નિભાવ્યા બાદ લગ્ન સમારોહ પુરો થશે. પ્રિન્સ અબ્દુલ એ બ્રુનેઈના સુલતાન હસન બોલ્કિયાહ અને રાણી સહેલના સૌથી નાના પુત્ર છે. પારંપરિક રીતે બ્રુનેઈના સુલ્તાન બનવા માટેની લાયક વ્યક્તિમાં તેમનું બીજુ સ્થાન છે.

Royal Wedding: the calf to the heel diamond-laden bride, 5,000 guests

નવ વધુએ માથાના તાજથી લઈને પગની પાની સુધી હીરાજડીત વસ્ત્રો પહેર્યા હતાં.

Royal Wedding: the calf to the heel diamond-laden bride, 5,000 guests

રવિવારે રાજમહેલમાં યોજાયેલા એક ખાસ સમારોહમાં પ્રિન્સ અબ્દુલ અને દયાંગ્કુએ પત્ની તરીકે ના શપથ લીધા હતાં

Royal Wedding: the calf to the heel diamond-laden bride, 5,000 guests

મહેલની ‘થ્રોન ચેમ્બર’માં સોના અને હીરા જડિત વસ્ત્રોમાં નવદંપતિએ હાજર મહેમાનોના આશિર્વાદ મેળવ્યા હતાં.

Royal Wedding: the calf to the heel diamond-laden bride, 5,000 guests

આ પ્રસંગે રાજવી પરિવાર અને મિત્રો ઉપરાંત વિદેશી મહેમાનો પણ હાજર રહ્યાં હતાં

Royal Wedding: the calf to the heel diamond-laden bride, 5,000 guests

આ શાહી શાદીમાં મલેશિયાના સાત રાજવીઓ અને સાઉદી અરેબિયાના ગવર્નર પણ હાજર રહ્યાં હતાં

Royal Wedding: the calf to the heel diamond-laden bride, 5,000 guests

5 એપ્રિલથી શરૂ થયેલા લગ્ન સમારોહમાં રવિવારે પ્રથમ વખત નવદંપતિ જાહેરમાં આવ્યા હતા

Royal Wedding: the calf to the heel diamond-laden bride, 5,000 guests

પ્રિન્સ અબ્દુલ એ બ્રુનેઈના સુલતાન હસન બોલ્કિયાહ અને રાણી સહેલના સૌથી નાના પુત્ર છે.

Royal Wedding: the calf to the heel diamond-laden bride, 5,000 guests

લગ્ન સમારોહ બાદ નવવધુની એક તસવીર

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

6,322 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 5 = 10