જેટલું જાણવા ન મળે તેટલું ઓછુ. લોકો જેટલું નવું નવું જાણવાની ચાહત રાખે લોકોને તેટલું મળી જ જાય. એવામાં આજે અમે તમારા માટે એક નવો ટોપિક લાવ્યા છીએ. આપણા ભારતમાં એવા ઘણા બધા કુવાઓ અને બીજી જગ્યાઓ છે જ્યાં ઘાર્મિક કે અન્ય માન્યતા હોવાના કારણે લોકો સિક્કાઓ નાખે છે.
પોતાની મનોકામના પૂરી થાય તે હેતુ રોમ માં પણ એક ફાઉન્ટેન છે જ્યાં લોકો સિક્કા નાખે છે. આ ફુવારાનું નામ ‘ટ્રેવી ફાઉન્ટેન’ (Trevi Fountain) છે. જો લોકો રોમ માં ફરવા ગયા હોય અને ફરીવાર તેમને રોમ માં જવાની ઈચ્છા હોય તો ઉંધા ફરીને (પીઠ તરફ ઉભા રહીને જમણા હાથે સિક્કો લઇ ડાબી બાજુ ખભા ઉપરથી ઈમેજ મુજબ) આ ફાઉન્ટેન માં સિક્કો નાખવો.
આ ફુવારા માં નોટો નહિ પણ ફક્ત સિક્કાઓ જ નાખવામાં આવે છે, જેથી તે ખરાબ ન થાય. આમાં એક દિવસમાં લોકો ૩૦૦૦ યુરો ના સિક્કા એટલેકે ૨,૫૦,૦૦૦ આખા દિવસ દરમિયાન જમા થાય છે.
જો આનો એક વર્ષમાં હિસાબ કરવામાં આવે તો આમાં ૯ કરોડ સિક્કા જમા થાય છે. આ ફાઉન્ટેન’ ની ખાસવાત એ છે કે આને દિવસમાં એકવાર બંધ કરીને સિક્કાઓ કાઢવામાં આવે છે. જોકે, આ સિક્કાઓ નો સારા કામ માટે ઉપયોગ કરવામાં આવે છે.
ફાઉન્ટેન માં રહેલ સિક્કાઓ ને સ્થાનીય ગરીબો કે બેઘર થયેલ લોકોના ભોજનમાં ઉપયોગ થાય છે. આ ફાઉન્ટેન દુનિયાના સૌથી સારામાં સારા ફાઉન્ટેનમાં શામેલ છે. આની ઊંચાઈ ૮૫ ફૂટ અને ૧૬૧ ફૂટ પહોળાઈ ધરાવે છે.
આ ફુવારામાં સિક્કા નાખવાની પરંપરા ખુબ જૂની છે. પણ ૧૯૫૪માં એક હોલીવુડ ની ફિલ્મ આવી હતી, જેનું નામ ‘Three Coins In The Fountain’ છે. આ ફિલ્મ પૈસા નાખવાની આ થીમ પર આધારિત હતી જેથી તે ખુબ પ્રખ્યાત થઇ ગઈ.
https://www.youtube.com/watch?v=Z_GhQOr81TE