દરરોજ વર્કઆઉટ કર્યા બાદ પણ જો તમારા શરીરમાં નબળાઈ રહેતી હોય અથવા તમે બહુ જલ્દી બીમાર થઈ જતાં હોવ તો એનો મતલબ છે કે તમારે તમારા આહાર પર ધ્યાન આપવાની જરૂર છે. એટલે કે તમારે એવા ખોરાક લેવાની જરૂર છે જેનાથી તમને ભરપૂર તાકાત મળે. જે ન માત્ર તમને સશક્ત બનાવે પરંતુ તમારી ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે. જેથી આજે અમે તમને એવી 7 વસ્તુઓ વિશે જણાવીશું જે નિયમિત ખાવાથી તમે શક્તિમાન અને સ્વાસ્થ્યવર્ધક બનશો અને તમારા શરીરને ભરપૂર ઊર્જા મળશે.
1. ચીઝ
ક્યારે ખાવું- બ્રેકફાસ્ટમાં અથવા સાંજે નાસ્તામાં ખાવું
કેમ ખાવું– ચીઝની લગભગ 300 જાતની વેરાઈટી હોય છે અને બધાંમાં સારી માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, પ્રોટીન અને વિટામિન ડી, એ અને બી12 હોય છે. જે દાંતને તંદુરસ્ત રાખવા માટે પણ અત્યંત લાભકારક હોય છે. સાથે કેલ્શિયમ હોવાને કારણે હાડકાં માટે પણ ચીઝ બહુ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલું પ્રોટીન શરીરના હોર્મોન્સ અને એન્જાઈમ (પ્રોટીનથી બનનારા સેલ્સ)ને પણ બેલેન્સમાં રાખે છે. ત્યાં ચીઝમાં રહેલું ઝિંક શરીરને હાર્ટ, કિડની અન લંગ્સ ઈન્ફેક્શનથી બચાવે છે.
2. સ્પ્રાઉટ્સ
ક્યારે ખાવા– રોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાવા
કેમ ખાવું– સ્પ્રાઉટ્સમાં શાકભાજી અને ફળો કરતાં 100 ગણું વધારે એન્જાઈમ (પ્રોટીનથી બનનારા સેલ્સ, જેનાથી આખું શરીર કામ કરે છે) હોય છે. તેમાં કેટલાક પ્રકારના પ્રોટીન, વિટામિન, મિનરલ્સ હોય છે જે શરીરની બીમારીઓને દૂર રાખે છે અને શરીરને તંદુરસ્ત અને ઊર્જાસભર બનાવે છે. ખાસ કરીને વિટામિન બી બહુ જ ફાયદાકારક હોય છે. સ્પ્રાઉટ્સમાં 285 ટકા વિટામિન બી1, 515 ટકાથી વધારે બી2 વિટામિન અને 256 ટકાથી વધારે વિટામિન બી3 હોય છે. જે આપણા શરીર માટે બહુ જરૂરી હોય છે.
3. ફિશ
ક્યારે ખાવી– લંચ અથવા ડિનરમાં ખાઈ શકાય
કેમ ખાવી– તમામ પ્રકારની માછલીઓમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને મિનરલ્સ હોય છે, ત્યાં સેલમન, ટુના, ટ્રોટ અને સરડિન્સ વગેરે માછલીઓમાં ઓમેગા-3, વિટામિન ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણથી માછલી અનેક બીમારીઓ જેમ કે કેન્સર, દિલ સંબંધી બીમારી, આર્થરાઈટિસ, ડ્રિપેશન વગેરેથી શરીરનું રક્ષણ કરે છે. સાથે જ માછલી સ્કિન માટે પણ બહુ જ લાભકારક હોય છે.
4. દૂધ
ક્યારે પીવું– સૂતા પહેલાં અને સવારે બ્રેકફાસ્ટમાં લેવું
કેમ પીવું- દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે અને તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે માત્ર બાળકો માટે જ નહીં પરંતુ મોટાઓ માટે પણ બહુ જ ફાયદાકારક હોય છે. દૂધ દાંત માટે પણ બહુ સારું માનવામાં આવે છે કારણ કે દૂધમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ નવા દાંત આવવામાં મદદ કરે છે અને જુના દાંતને સ્વસ્થ રાખે છે. દૂધ હાઈબ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને સ્થૂળતાને ઘટાડવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં દૂધ કેન્સર, ડાયાબિટીસ અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓથી શરીરનું રક્ષણ કરે છે.
5. ઓરેન્જ જ્યૂસ
ક્યારે પીવું– રોજ સવારે બ્રેકફાસ્ટમાં પીવું
કેમ પીવું– સંતરાના જ્યૂસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન સી જેવા ન્યૂટ્રિશન હોય છે. સંતરામાં સૌથી વધારે વિટામિન સી હોય છે, જે શરીરમાં ઈન્ફેમેશનને ઘટાડે છે, બ્લડપ્રેશરને બેલેન્સ કરે છે. ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સ્કિનને પણ ગ્લોઈંગ રાખે છે. ઓરેન્જ જ્યૂસ ઈમ્યૂન સિસ્ટમને સુધારે છે. જેથી પેટ સંબંધી બીમારીઓ પણ થતી નથી. આ સિવાય સંતરાનું જ્યૂસ કેન્સર, અલ્સર, પથરી, હાર્ટ એટેક, એનિમિયા વગેરેથી પણ શરીરનું રક્ષણ કરે છે. જેથી વિટામિન સીથી ભરપૂર ફળ અવશ્ય આરોગવા જોઈએ.
6. લીલા શાકભાજી
ક્યારે ખાવા– રોજ પોતાના ડાયટમાં સામેલ કરવા
કેમ ખાવા– ભોજનમાં લીલા શાકભાજી ખાવા અત્યંત જરૂરી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને ન્યૂટ્રિશિયન્સ હોય છે. જેમ કે આયરન, વિટામિન એ, બી, સી, કેલ્શિયમ અને ફાઈબર. લીલા શાકભાજીમાં એન્ટીઓક્સિડેન્ડ હોય છે. જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. સાથે-સાથે કેન્સર બનાવનારા રેડિકલ્સને પણ ખતમ કરે છે. એટલું જ નહીં લીલા શાકભાજી સ્ટ્રોક, દિલની બીમારીઓ અને ડાયાબિટીસ હોવાના ખતરાને પણ ઘટાડે છે. સાથે જ શરીરને ભરપૂર માત્રામાં કેલરી અને પોષક તત્વો આપે છે.
7. ઈંડા
ક્યારે ખાવા– દરરોજ પોતાના ભોજનમાં સામેલ કરો
કેમ ખાવા– ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને સારું કોલેસ્ટ્રોલ હોય છે. એટલું જ નહીં ઈંડાના સફેદ ભાગમાં વિટામિન ડી હોય છે. રોજ ઈંડા ખાવાથી 6 ટકા વિટામિન ડી મળે છે. ઈંડામાં ઓમેગા-3, વિટામિન એ, ઈ, એન્ટીઓક્સીડેન્ડ, લ્યૂટેન અને જિક્સૈનથિન વગેરે હોય છે. જે સ્ટ્રોક, દિલ સંબંધી બીમારીથી બચાવે છે. આંખો માટે પણ આ બહુ ફાયદાકારક હોય છે. બોડી બિલ્ડીંગ માટે પણ ઈંડા એક ઈફેક્ટિવ ફુડ છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર