રેસલિંગની દુનિયાના સ્ટાર્સ ‘જોન સીના’ વિષે જાણવા જેવું

hiac13photo245-1404113849

WWE માં પોતાના ખતરનાક મુવ્સને કારણકે બધા લોકો જોન સીનાને ઓળખે છે. પણ પોતાની અંગત લાઈફ વિષે ઘણા લોકો ઓછુ જાણતા હશે.

* જોન સીનાનું પૂરું નામ ‘જ્હોન ફેલિક્સ એન્થની સીના’ છે. તેમનો જન્મ 23 એપ્રિલ, 1977 માં ‘વેસ્ટ ન્યુબેરી, મેસેચ્યુસેટ્સ’ માં થયો હતો. તેમના પાંચ ભાઈઓ છે જેમાંથી તેઓ બીજા નંબરે છે.

* તેઓ બધી જ રીતે હીટ છે. તેઓ અમેરિકન અભિનેતા, બોડીબિલ્ડર, હિપ હોપ મ્યુઝીશીયન અને વ્યવસાયીક પહેલવાન છે. હાલમાં જ જોનના ખભામાં ઈજા થઇ હતી જેની સર્જરી બર્મિંગહામ થઇ છે. તેથી 2016 માં દિલ્હીમાં થયેલ WWE ના ઇન્ડિયન અપીયરંસ માં પાર્ટીસીપેટ નહોતો કર્યો.

* રેસલિંગની દુનિયાના તેઓ ત્રણ વખત વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન તથા બાર વખત WWE વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન રહેલ છે. જોન સીના પસંદગી કરેલ એવા કુસ્તીબાજ માંથી એક છે, જે ઘણા લાંબા સમય સુધી WWE માં ટકી રહેલ છે.

* પહેલી વાર 2000માં અલ્ટીમેટ પ્રો રેસલીંગ (UPW) માં કુસ્તી કરતા પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જ્યાં તેમને ‘UPW હેવીવેઇટ ચેમ્પિયનશિપ’ નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

* રેસલિંગ સિવાય તેઓ સારા એક્ટર પણ છે. તેમને હોલીવુડમાં કુલ પાંચ ફિલ્મો કરી છે જેમાંથી 2006 માં આવેલ ‘ધ મરીન’ સૌથી વધારે પ્રસિદ્ધ રહી.

5b009b8014b0dfc567b4b369761d553a_crop_north

* યો યો હની સિંહ અને અન્ય સેલિબ્રિટીની જેમ જોન સીના ના મોતની ખોટી ખબર ઓગસ્ટ 2014 અને ફેબ્રુઆરી 2015 માં ઈન્ટરનેટ પર ફેલાવવામાં આવી હતી. લોકોનું માનવું હતુ કે રેસલિંગની પ્રેક્ટીસ દરમિયાન તેમને માથા પર વાગ્યું અને મૃત્યુ થયું. ત્યારબાદ WWE ના અધિકારીઓએ ટ્વીટરમાં આ વાતનું ખંડન કર્યું હતું.

* તમને એ જાણીને નવાઈ લાગશે કે મોટા મોટા કુસ્તીબાજોને ટક્કર આપતા જોન સીના કરોળિયા થી દરે છે.

* તેઓ એક સારા માણસ પણ છે. તે સારી રીતે જાણે છે કે વ્યક્તિને પોતાની સામાજિક જવાબદારી કેવી રીતે નિભાવવી. આ વાતનું સબુત એ છે કે તેમણે અલગ અલગ પ્રકારના રોગોથી પીડાતા 500 બાળકોની એક એક ઈચ્છા પૂરી કરી હતી. તેથી બાળકોએ તેમને ‘Make A Wish’ નું ટાઈટલ આપ્યું હતુ.

* પોતાની પ્રાઈવેટ લાઈફમાં તેમનો બેસ્ટ ફ્રેન્ડ ‘રેન્ડી ઓર્ટેન’ છે. તેણે રેન્ડી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો વધારે પસંદ છે.

* જોન સીના એ 2009 માં એલિઝાબેથ હબરડિયું સાથે લગ્ન કર્યા અને 2012 માં બંનેના છૂટાછેડા થયા. ત્યારબાદ સીના એ 2012 માં WWE ની રેસલર મહિલા નીક્કી બેલા સાથે લગ્ન કર્યા જે હજુ ચાલે છે.

* કેવિન ફેડરલાઈન એકમાત્ર એવો પહેલવાન છે, જેણે જોન સીના હરાવી નથી શક્યો. કેવિન ની wwe માં જર્ની શોર્ટ છે.

Comments

comments


8,060 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 + 6 =