સામગ્રી
* ૧ રેડ કેપ્સીકમ
* ૧/૨ કપ અખરોટ
* ૨ ટેબલ સ્પૂન બ્રેડનો ભુક્કો
* ૧/૪ ટેબલ સ્પૂન દળેલું જીરું
* ૧/૨ ટેબલ સ્પૂન બારીક સમારેલ મરચા
* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,
* ૧/૨ ટેબલ સ્પૂન ખાંડ,
* ૨ ટેબલ સ્પૂન તેલ,
* સ્વાદાનુસાર મીઠું.
રીત
સૌપ્રથમ એક રેડ કેપ્સીકમની બાહ્ય સાઈડ ઓઈલ લગાવીને ગેસે શેકવું. શેકાયેલ આ ગરમ ગરમ કેપ્સીકમને ઠંડા પાણીના બાઉલમાં નાખવું. હવે પાણી માં જ રાખીને આ કેપ્સીકમની બળેલી છાલ ઉખાડી નાખવી. ત્યારબાદ આના નાના નાના ટુકડા કરવા.
મિક્સરમાં, કાપેલા કેપ્સીકમના ટુકડા, અખરોટ, બ્રેડનો ભુક્કો, દળેલું જીરું, સમારેલ મરચા, લીંબુનો રસ, ખાંડ, મીઠું અને તેલ નાખીને આ મિશ્રણને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લેવું. આ મિશ્રણને થોડું સ્મૂથ રાખવું. તો તૈયાર રેડ કેપ્સીકમ અને અખરોટ ડીપ. તમે આને બિસ્કિટ અને ફાફડા ગાઠીયા સાથે પિરસી કરી શકો છો.