રેટીના અને રેટીના એચડી ડિસ્પ્લે શું છે?

રેટીના અને રેટીના એચડી ડિસ્પ્લે શું છે?

સ્માર્ટફોનના ડિસ્પ્લેની વાત આવે એટલે ચર્ચા કરનાર જો જરા જાણકાર  હોઈ તો એક શબ્દ સાભળવા મળે – રેટીના  ડિસ્પ્લે. એપલના ફોનના ડિસ્પ્લે માટે આ શબ્દ વારંવાર સંભળાય છે. એપલ આઈફોન ૬ લોન્ચ થયા પછી, તેમાં વળી એચડીનું છોગું ઉમેરાયું છે. તો આ રેટીના કે રેટીના એચડી ડિસ્પ્લે ખરેખર શું છે?

તમારા કોઈ પણ પરિચય પાસે એપલનો ફોન હોય અને તમારી પાસે એન્ડ્રોઈડનો સાદો ફોન  હોઈ તો પેલી વોશિંગ પાવડરની જાહેરાત જેવો સવાલ તમને પણ અચૂક થયો હશે. ‘ઇસકા ડિસ્પ્લે મેરે ડિસ્પ્લે સે બેહતર કૈસે?’ કારણ છે એપલની ડિસ્પ્લે ટેકનોલોજી.

રેટીના ડિસ્પ્લે ખરેખર શું છે?

વાસ્તવમાં આ ‘રેટીના ડિસ્પ્લે’ એ કોઈ ટેકનોલોજી નું નામ નથી. એ એપલ કંપનીએ પોતાના અમુક ડીવાઈસીઝમાં વપરાતી ડિસ્પ્લે ટેકનોલોજીના માર્કેટિંગ માટે આપેલો શબ્દ છે. અલબત કંપનીએ આ શબ્દ ટ્રેડમાર્ક કરાવી દીધો છે એટલે બીજી કોઈ પણ કંપની એપલ જેવાં જ સ્પેસીફીકેશન સાથેના ડિસ્પ્લે આપે તોય તેને માટે ‘રેટીના ડિસ્પ્લે’ શબ્દ વાપરી શકે નહિ.

રેટીના અને રેટીના એચડી ડિસ્પ્લે શું છે?

એ તો બરાબર, પણ રેટીના ડિસ્પ્લે કોને કહેવાય?

કોઈ પણ કમ્પુટર ડીવાઈસના સ્ક્રીન પર ગીચોગીચ એટલા પીક્સલ ગોઠવવામાં આવે તો તેમાંથી ઉપસેલી ઈમેજ ‘નાના નાના ચોરસ પીક્સલથી બનેલી ઇમેજ છે, નહિ કે વાસ્તવિકતા’ એવો ભેદ માનવઆંખ પારખી ન શકે તેવા ડિસ્પ્લેને રેટીના ડિસ્પ્લે કહેવાઈ. તમને થશે કે માણસની આંખ ખરા-ખોટાનો ભેદ પારખી નશકે એવું શક્ય છે ખરું? વૈજ્ઞાનિકો કહે છે એવું શક્ય છે!

ઓકે, તો આ રેટીના ડિસ્પ્લેમાં સ્ક્રીન રેઝોલ્યુશન કેટલું હોઈ છે?

તમે મોબાઈલ ને ખરીદતી વખતે  તેને સ્ક્રીન રેઝોલ્યુશન પર ધ્યાન આપ્યુ હોઈ તો  જોયું હશે કે સ્ક્રીન ડિસ્પ્લે ‘આટલા પિક્સેલ ગુણ્યા આટલા પિક્સેલ’ તેના ફોન્ટ માં દર્શાવવામાં આવે છે. તે સ્ક્રીન પર જોવા મળી શકતા કુલ પિક્સેલની સંખ્યા દર્શાવી છે. ડિસ્પ્લેની ક્વોલીટી નક્કી કરવામાં પિક્સેલની ગીચતા પણ મોટો ભાગ ભજવે છે, જે એકજ આંકડામાં, જેમ કે પિક્સેલ પર ઇંચ-પીપીઆઈમાં દર્શાવવમાં આવે છે.

સારી પિક્ચર ક્વોલીટી માટે પીપીઆઈ ઉપરાંત, સાધનનું આંખથી અંતર પણ મહત્વનું છે. એટલે કે સામાન્ય રીતે આંખની વધુ નજીક રહેતા મોબાઈલમાં ૩૨૬ પીપી, ટેબ્લેટમાં ૨૬૪ પીપીઆઈ અને લેપટોપમાં ૨૨૦ પીપીઆઈ પર્યાપ્ત ગણાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,940 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>