45 મિનીટ પહેલી વાર કોઈ US પ્રમુખ ખુલ્લામાં રહ્યા

 

રેકોર્ડઃ પહેલીવાર કોઇ US પ્રમુખ 45 મિનિટ ખુલ્લામાં રહ્યા

રાજપથ પર આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાં 45 મિનિટ કરતા વધારે સમય ખુલ્લામાં બેઠા હતા. જે એક રેકોર્ડ છે. રાજપથ ખાતે ઓબામા આશરે બે કલાક જેટલો સમય ખુલ્લામાં બેઠા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ બરાક ઓબામા ક્યારેય પણ આટલો સમય ખુલ્લામાં રહ્યા નથી. સુરક્ષાને કારણે તે વધારે સમય ખુલ્લામાં રહેતા નથી. ઓબામા જ નહીં અત્યારે સુધી અમેરિકાના કોઈ પણ પ્રમુખ 45 મિનિટથી વધારે સમયે ખુલ્લામાં રહ્યા નથી.

જોકે, બરાક ઓબામા સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટલથી રાજપથ સુધી પોતાની જ કારમાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને જ્યાં બેસાડવામાં આવ્યા હતા તે વીવીઆઈપી બોક્ષ આગળ બુલેટપ્રુફ કાચ ગોઠવવામાં આવ્યો હતો.

રાજપથ પર ગણતંત્ર દિવસ સમારોહમાં હવામાને શરૂઆતમાં ખલેલ પહોંચાડી હતી. દેશની રાજધાની સહિત ઉત્તર અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. વરસાદના કારણે દિલ્હીના રાજપથ પર તૈયારી પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી માટે વરસાદથી બચવા છત્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, નવાઈની વાત એ હતી કે મોદી અને ઓબામા છત્રી વગર જ બોક્ષમાં બેઠા હતા. ઓબામાએ વરસાદથી બચવા ઓવરકોટ પહેર્યો હતો.

જમીન ઉપરાંત આકાશ પર પણ નજર

રાજપથ પર ૩ડી રડાર દ્વારા નજર રાખવામાં આવી હતી. આ રડાર દ્વારા જમીન અને હવા પર જ નહીં સ્પેસ પર પણ નજર રાખવામાં આવી હતી.

રેકોર્ડઃ પહેલીવાર કોઇ US પ્રમુખ 45 મિનિટ ખુલ્લામાં રહ્યા

૧૩ ઝોનમાં વહેંચાયું રાજપથ

સુરક્ષાને ધ્યાને લઈ રાજપથને ૧૩ ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું.

મુખ્ય મંચની સુરક્ષામાં બે હજાર જવાન

રાજપથના મુખ્ય મંચ પર રાષ્ટ્રપતિ મુખર્જી, પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામા બેઠા હતા. આ મંચની સુરક્ષામાં બે હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

શાર્પ શૂટર પણ તૈનાત

એનએસજી અને અમેરિકી નેવી સીલના સ્નાઈપર પણ રાજપથની આસપાસની ઉંચી ઈમારતો પર તૈનાત કરવામાં આવ્યા હતા.

પશ્ચિમી બોર્ડર પર ત્રણ સ્તરની સુરક્ષા

રાજસ્થાન સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. નવી દિલ્હીથી ૪૦૦ કિલોમીટરના ક્ષેત્રફળમાં જમીન અને હવા પર નજર રાખવામાં આવી હતી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,997 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>