શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ ના નામ ને રીલીઝ કરવામાં આવ્યું છે. નામની સાથે ફિલ્મના પોસ્ટરનો ફર્સ્ટ લુક પણ રીલીઝ કરવામાં આવ્યો છે.
શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ ને ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી બનાવી રહ્યા છે. ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ માં શાહરૂખ પંજાબી છોકરો છો, જેનું અસલી નામ હેરી ઉર્ફ હરવિંદર સિંહ નેહરા છે.
ફિલ્મમાં શાહરુખને હરવિંદર ઉર્ફ હેરી કહેવામાં આવ્યો છે. જયારે અનુષ્કાની વાત કરીએ તો તે ફિલ્મમાં એક ગુજરાતી છોકરીઓનો રોલ કરી રહી છે, જેનું નામ સેજલ છે.
સેજલ જયારે યુરોપ ની યાત્રામાં હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. બાદમાં બંને કેવી રીતે પ્રેમમાં પડે છે તેની કહાની બતાવવામાં આવી છે. શાહરૂખ ફિલ્મમાં અનુષ્કા ના ફિયાન્સ નો રોલ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત ‘જબ હેરી મેટ સેજલ’ ફિલ્મ થીયેટર્સમાં ૪ ઓગસ્ટે રીલીઝ થશે. આ બંને સ્ટાર્સ પહેલા પણ એક સાથે ફિલ્મ ‘રબ એન બના દી જોડી’ અને ‘જબ તક હે જાન’ માં નજર આવી ચુક્યા છે. દર્શકો આ જોડીને ખુબ પસંદ કરે છે તેથી ઈમ્તિયાઝ આ સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે.