રિલાયન્સ લોન્ચ કરશે ભારતનો સૌથી સસ્તો 4જી ફોન, કિંમત 4,000 રૂપિયા

India's Reliance to launch the cheapest 4G phone, the price of 4,000 rupees

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ની બહુપ્રતિષ્ઠિત 4જી ટેલિકોમ સેવા ડિસેમ્બરથી શરૂ થઇ જશે. આ ઉપરાંત કંપની 4,000 જેટલી કિંમતમાં 4જી સ્માર્ટફોન પણ લોન્ચ કરશે. 4જી સેવાનો મહિનાનું બિલ 300 થી 500 રૂપિયા હોઇ શકે છે. આ સેવામાં હાઇસ્પિડ ઇન્ટરનેટ, ડિજીટલ કોમર્સ, મીડિયા અને પેમેન્ટ સર્વિસિઝનો સમાવેશ થાય છે.

આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીએ 41મી વાર્ષિકસભામાં આ અંગેની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે રિલાયન્સ જીયો ઇન્ફોકોમ સંબંધિત યોજનાઓની પણ વાત કરી હતી. આ જ સાથે 10 વર્ષ બાદ મુકેશ અંબાણી ટેલિકોમ ક્ષેત્રે પરત ફરી રહ્યાં છે. ધીરુભાઇ અંબાણીના નિધન બાદ રિલાયન્સ ગ્રુપનું ટેલિકોમ બિઝનેસ અનીલ અંબાણીના ખાતામાં ગયું હતું. રિલાયન્સ જીયો ઇન્ફોકોમ 4જી સ્પેકટ્રમ માટે અનીલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફોકોમ માટે ટાવરોનો ઉપયોગ કરશે.

રિલાયન્સ જીયો ઇન્ફોકોમે 34,000 કરોડ રૂપિયામાં દેશના 29 રાજ્યોમાં 4 જી સેવા પ્રદાન કરવાનું લાઇસન્સ મેળવેલું છે. આ સમયે રિલાયન્સ 18 હજાર શહેરો અને ગામો સુધી તેનું કવરેજ ક્ષેત્ર છે અને કંપની 3 વર્ષમાં સમગ્ર દેશમાં 100 ટકા કવરેજ ક્ષેત્ર તૈયાર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

રિલાયન્સ ઇ-કોમર્સમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

India's Reliance to launch the cheapest 4G phone, the price of 4,000 rupees

મુકેશ અંબાણી પ્રમાણે રિલાયન્સ લાખો લોકોને રોજગારી અને કરોડો લોકોને કમાણીની તકો આપવા માટે તૈયાર છે.રિલાયન્સે ઓઇલ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કર્યો છે અને તેથી રિલાયન્સ આગામી 12-18 મહિનામાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરવાની યોજના ધરાવે છે. જેનો ફાયદો 2016-17માં દેખાશે.

મુકેશ અંબાણી પ્રમાણે રિલાયન્સ રિટેલની ઇ-કોમર્સ બજારમાં ઉતરવાની યોજના છે. જેની હેઠળ કંપની લાઇફસ્ટાઇલ, કરિયાણા તથા બિઝનેસ ટૂ બિઝનેસ વર્ટિકલ માટે ઓનલાઇન સ્ટોર્સ શરૂ કરશે. રિલાયન્સ રિટેલ અત્યારે 200 શહેરો સુધી પહોંચી ગયું છે અને તે આ વર્ષે જ 900 શહેરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,475 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>