રામ અને સીતાજી પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરો

 

Rama and Sita to receive inspiration from

સીતામાં અપૂર્વ બળ અને સાહસ હતું. કથા અનુસાર તેમણે શિવજીનું ધનુષ્ય પોતાના હાથથી ઉઠાવી લીધું હતું. જેને જોઇને રાજા જનક અત્યંત આશ્ચર્યચક્તિ બની ગયા અને તેમણે જાહેરાત કરાવી દીધી કે જે પણ શિવજીનું ધનુષ્ય તોડશે, તેની જ સાથે સીતાના લગ્ન થશે. જે ધનુષ સીતાએ ઉઠાવી લીધું હતું તેને મોટા મોટા યોદ્ઘા ઉઠાવી શક્યા ન હતા. અંતે શ્રીરામે એ ધનુષને તોડી સીતાનું વરણ કર્યું.

આ રીતે જ્યારે શ્રીરામને રાજ્યાભિષેકને બદલે ૧૪ વર્ષનો વનવાસ આપવામાં આવ્યો ત્યારે સીતાજીએ તેમની સાથે જવાનો તાત્કાલિક નિર્ણય લીધો. તેમણે પોતાના પતિને મુશ્કેલીઓના સમયમાં પણ છોડ્યા ન હતા. શ્રીરામ દ્વારા અયોધ્યામાં જ રહેવાના આગ્રહ બાદ પણ સીતાજીએ તમામ સુખોનો ત્યાગ કરીને શ્રીરામ સાથે વનમાં જવાનું ઉચિત માન્યું. એક પત્નીનું કર્તવ્ય પણ છે કે તે પતિના સુખ-દુ:ખમાં સહભાગી બને. સીતાજીએ એ જ કર્યું.

આજની કામકાજી મહિલાઓ ઘરની આર્થિક સ્થિતિ સુધારવા અને સશક્ત બનવા માટે ઘરની બહાર નીકળે છે અને કામ કરીને પતિને મદદ કરે છે. સીતા જીએ મહેલમાં રહેવાનો મોહ ન કર્યો અને તેઓ પતિ સાથે કાંટાળા માર્ગ પર નીકળી પડ્યા.

Rama and Sita to receive inspiration from

જ્યારે રાવણે પોતાની માયાથી તેમનું હરણ કરી લીધું ત્યારે પણ તેઓ હતાશ-નિરાશ ન થયા. તેઓ માનિસક રીતે એટલા સબળ હતા કે તમામ ધમકી અને માયાના પ્રભાવ છતાંય પણ તેમનો આત્મવિશ્વાસ ડગમગ્યો ન હતો અને તેમણે ખોટા પ્રસ્તાવ આગળ સમર્પણ ન કર્યું. તેઓ સત્યની સાથે જ રહ્યા. તેમનો આત્મવિશ્વાસ અને ધીરજ જ હતી કે અંતે સત્યની જીત થઇ.

સીતાજી જ્યારે પોતાના પુત્ર લવ-કુશ સાથે વાલ્મિકી આશ્રમમાં રહ્યાં ત્યાં તેમણે બાળકોને સારૂ શિ-ાણ અને સંસ્કાર આપ્યા. સીતાજીનું ચારિત્ર્ય આપણને ધૈર્યવાન, સાહસિક, આત્મવિશ્વાસી અને સહયોગી બનવાની પ્રેરણા પ્રદાન કરે છે.

Rama and Sita to receive inspiration from

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,317 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>