રાજસ્થાન નું ગૌરવ છે ‘ચિત્તોડગઢ કિલ્લો’, જે રાજસ્થાન ના ચિત્તોડગઢ શહેરમાં આવેલ છે. રાજસ્થાન શહેર હંમેશા થી પર્યટકો વચ્ચે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. આ ઘરતી એ ઘણા મોટા મોટા શુરવીર ને જન્મ આપ્યો છે, જેમની ગાથા આજે ઈતિહાસ ના પન્ને લખાયેલ છે. આજે અમે તમને ચિત્તોડગઢ કિલ્લો વિષે જણાવીશું.
રાજસ્થાન ના અરવલ્લી પહાડો પર સ્થિત આ કિલ્લો શક્તિનું પ્રતિક છે. આનું નિર્માણ ૭ મી સદીમાં મૌર્ય શાસકકાળ માં થયું હતું. એવું માનવામાં આવે છે કે ૭ મી સદીમાં મોરી રાજવંશ ના ચિત્રાંગદા મોરી દ્વારા આનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
વાંકાચૂકા રસ્તા ના કિલ્લા રોડ પર નજીકના અંતરે રામ પોલ, લક્ષ્મણ પોલ, હનુમાન પોલ, પૈદલ પોલ, ભેરવ પોલ, ગણેશ પોલ અને જોડલા પોલ એમ સાત હિંદુ દેવતાના નામે દરવાજા છે જેને પાર કરી તમે અંદર પ્રવેશી શકો છો. આ કિલ્લો એટલો બધો મોટો છે કે જો તમે કારમાં ફરો તો પણ કલાકો પસાર થઇ જાય.
લગભગ ૭૨૦૦ એકર માં ફેલાયેલ ૫૦૦ ફૂંટ ની ઊંચાઈ વાળી પહાડીઓ પર સ્થીત આ કિલ્લાની શાનદાર બનાવતો ખરેખર લોકોને પાગલ કરી મુકશે. આજના સમય માં પણ આ ફોર્ટ એટલો બધો આકર્ષક છે કે તેણે જોવામાં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. આ કિલ્લો ૭૨૦૦ ફૂટ જેવા અફલાતુન ક્ષેત્રફળ માં પથરાયેલો છે.
રાજસ્થાન ના ચિત્તોડગઢ કિલ્લો ને ભારતના સૌથી મોટા કિલ્લા માંથી એક માનવામાં આવે છે. આ ફોર્ટ રાજપૂતો નું ગૌરવ છે. અહીંથી ઘણા બધા રાજપૂત રાજાઓ એ મુગલો વિરુદ્ધ લડાઈ કરી છે. જમીન થી ૫૦૦ ફૂંટ ની ઊંચાઈએ બનેલ આ બેરાચ નદીના કિનારે સ્થિત છે. ૭મી સદીથી ૧૬મી સદી સુધી આ રાજપૂત વંશનો મહત્વપૂર્ણ ગઢ હતો.
કિલ્લા ની અંદર નાના નાના કિલ્લાઓ, વિજય સ્થંભ, જૈન કીર્તિ સ્તંભ, શૃંગાર ચાવરી, ત્રીયાંગ મૌરી તળાવ, પ્રવેશદ્વાર, હિંદુ મંદિરો, મહેલો, બુર્જ તથા જળાશય છે, જે રાજપૂત વાસ્તુકલાનો ઉત્તમ નમુનો છે. કિલ્લામાં ઘણા બધા દર્શનીય સ્થળ છે, જેમાંથી એક છે રાણી પદ્મિની નો મહેલ.
આ મહેલ રાણી પદ્મિની ની શાન અને સાહસ થી રૂબરૂ કરાવે છે. આ મહેલ માં એક રૂમ એવો પણ જેમાં મોટા મોટા કાંચ (દર્પણ, મિરર) લાગેલ છે. એક વિશાળ કાંચ એવી રીતે લાગેલ છે કે તેમાંથી અહીના તળાવ ની મધ્યમાં બનેલ જનાના મહેલના દાદર માં રહેલ વ્યક્તિની સ્પષ્ટ છબી (પ્રતિબિંબ) જોઈ શકાય છે.
પરંતુ પાછુ વળીને જોવાથી દાદર પર રહેલ લોકોને તમે ન જોઈ શકો. કહેવાય છે કે ઈ.સ ૧૩૦૩ દિલ્લીના અલાઉદ્દીન ખીજ્લી એ ૨૬ ઓગસ્ટે આના પર કબજો કર્યો. કહેવાય છે કે ખીજ્લી સ્વીમીંગ પુલ માં રૂપસુંદરી રાણી પદ્મિની ને ન્હાતા સમયે રોજ જોયા કરતા હતા. ખરેખર, તે રાણી પ્રત્યે અભિભૂત થયા હતા, તેણે રાણી ખુબ જ પ્રિય હતી. તેથી રાણીને મેળવવા અંતમાં તેમણે યુદ્ધ કર્યું.
જયારે રાણીને જાણ થઇ કે ખીજ્લી તેણે જીતી ગયો છે ત્યારે તેણે અને મહેલ ની તમામ શાહી મહિલાઓ એ આગમાં કુદી ને આત્મહત્યા કરી હતી.
આ કિલ્લા વિષે એવું કહેવામાં આવે છે કે આ એકમાત્ર કિલ્લો છે, જેમાં ૭ દરવાજા તો છે જ પણ ૧ શાનદાર સ્વીમીંગ પુલ પણ છે. કિલ્લાના મુખ્ય ચાર સ્થંભો નો આધાર છતરી પર છે. માનવામાં આવે છે મીરા બાઈ એ પોતાના ગુરુની સ્મૃતિમાં આનું નિર્માણ કરાવ્યું હતું.