* વાસણ ઘોવાના પાવડરથી કિચન સ્લેબ સાફ કરવાથી સ્લેબ ચમકવા લાગશે.
* વાસણ ઘોવાના પાવડરથી કિચન ની ટાઈલ્સ નો મેલ દુર થાય છે.
* વાસણની ચિકાસ દુર કરવા માટે ગરમ પાણીમાં વાસણ ધોવાનો પાવડર નાખી સાફ કરવાથી આ સમસ્યા દુર થશે. આનાથી વાસણની કાળાશ પણ દુર થશે.
* રસોઈઘર માં રહેલ સિંક ની નળીમાં જો કચરો જામ થઇ જાય તેમાં ગરમ પાણી નાખવું. આનાથી કચરો દુર થશે.
* ઘરમાં રહેલ ચાંદીના વાસણો કાળા પડી જાય તો તેને આમલીના પાણીથી સાફ કરવા.
* માઈક્રોવેવ ને અઠવાડિયામાં બે વખત સાફ કરવું. આના માટે એક બાઉલમાં પાણી લઇ તેમાં બે ચમચી લીંબુનો રસ, લિક્વિડ નાખીને માઈક્રોવેવ સાફ કરો અને આને પાંચ મિનીટ સુધી એમજ રહેવા દેવું. બાદમાં રૂમાલથી સાફ કરવું.
* કિચન નો નળ સાફ કરવા તેના પર ટુથપેસ્ટ લગાવીને ઘસો. બાદમાં ગરમ પાણીથી વોશ કરવો.