રશિયન ડ્યુઅલ ડિસ્પ્લે સ્માર્ટફોન હવે ભારતમાં મળે છે

Russian-phone-maker-unveils-second-generation-dual-screen-smartphone

રશીયાની કંપની યોટાએ ગત મહિને તેનો પહેલો સૌથી ચર્ચિત ડ્યુઅલ સ્ક્રિન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. આ ફોનનું નામ યોટાફોન છે. યોટાફોનની ખાસિયત એ છે કે તેમાં ફ્રન્ટની સાથે સાથે બેક બંને પેનલ પર સ્ક્રીન છે.

ભારતમાં તેનું ઓનલાઈન વેચાણ ફ્લિપકાર્ટ પર થાય છે. 23,499માં થાય છે. આ ફોનની કિંમત 5,500 રૂપિયા ઘટાડી દેવામાં આવી છે હાલમાં તેની કિંમત 17,999 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે જ ફ્લિપકાર્ટનાં કસ્ટમર્સ માટે અન્ય નવી ઓફર્સ શરૂ કરી છે.

યોટાફોનનાં ફ્રન્ટમાં 4.3 ઈન્ચનું ડિસ્પ્લે છે. જેના પર હાઈ રેઝોલ્યૂશનની સાથે વીડિયો પણ જોઈ શકાય છે. જ્યારે બેક પેનલ પર 640x 360 પિક્સલ રેઝોલ્યૂશન વાળું 4.3 ઈંચનું ઈલેક્ટ્રોનિક પેપર ડિસ્પલે આપવામાં આવ્યું છે. આ ડિસ્પ્લેનો ઉપયોગ આપ ઘણાં કામ માટે કરી શકો છો.

આ ઉપરાંત તે 1.7 ગીગીહર્ટ્ઝ ડ્યુઅલ-કોર પ્રોસેસર, 2 જીબી રેમ, 32 જીબી ઈન્ટરનલ મેમરી અને એન્ડ્રોઈડ 4.2.2 જેલી બીન પર કામ કરે છે.

બેક પેનલ પર જ એલઈડી ફ્લેશની સાથે સાથે 13 મેગાપિક્સલનો કેમોરો છે જ્યારે ફ્રન્ટ કેમેરો 1 મેગાપિક્સલનો છે. ક્નેક્ટિવિટી માટે તેમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ,જીપીએસ અને 4જૂ એલટીઈની સુવિધા આપવામાં આવી છે.

Comments

comments


4,038 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 9 =