જૉન ટ્રેવોલ્ટા, હોલિવુડ સ્ટાર
જ્યારે તમે પોતાનું ઘર લેવા જાઓ છો ત્યારે તમે અવશ્ય વિચારો છે કે તેમાં કેટલાક પ્રકારની ખાસ સુવિધાઓ મળે અને સાથે તેની લોકોમાં ચર્ચા થાય. તમારી પસંદગીમાં કેટલાક સેલેબ્સના હોમ્સ પણ ડ્રીમ હોમમાં હોય તે સ્વાભાવિક છે. અનેક લોકોને માટે એ ચર્ચાનો વિષય હોય છે કે નામી અમીરોના ઘર કેવા હશે? અનેક સેલેબ્સ છે જેમના ઘર માત્ર ઘર નહીં પણ મહોલ્લાના જેવું સ્વરૂપ ઘરાવતા હોય છે. આજે અહીં આવા જ કેટલાક સેલેબ્સના ઘર અને તેની ખાસિયતોની વાત કરવામાં આવી છે.
ક્ષેત્રફળ– 64000 વર્ગફૂટ
વિશેષતા – ચર્ચિત હોલિવૂડ સ્ટાર જૉન ટ્રેવોલ્ટાના ઘરમાં તેમના પ્રાઇવેટ જેટ વિમાનોને માટે રન વે પણ બનાવવામાં આવેલો છે. જ્યારે તેઓએ ફ્લોરિડામાં પોતાના આ ઘરને બનાવ્યું ત્યારે તે ઘણા સમય સુધી લોકોમાં ટોકિંગ પોઇન્ટ બન્યું હતું. તેમના આ સુંદર અને ભવ્ય આશિયાનામાં બેડરૂમ, બાથરૂમ અને કિચનની સાથે સાથે 16 કારની પાર્કિંગ કેપેસિટી ધરાવતું મોટું ગેરેજ પણ છે. અહીં જૉન ટ્રેવોલ્ટાની પાસે અનેક વિમાન બતાવવામાં આવી રહ્યા છે. બે મોટા મકાન તો આ વિમાનોના પાર્કિંગને માટે બનાવવામાં આવ્યા છે.
બિલ ગેટ્સ, કો ફાઉન્ડર, માઇક્રોસોફ્ટ
ક્ષેત્રફળ – 66000 વર્ગફૂટ
વિશેષતા – જેનાડૂ 2.0 નામનું આ એસ્ટેટ અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલું છે. કહેવાય છે કે તેને બનાવવામાં સાત વર્ષનો સમય લાગ્યો હતો અને સાથે જ તેમાં 120 મિલિયન ડોલરનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. અહીં 2500 વર્ગફૂટને તો ફિટનેસને માટે આવરી લેવામાં આવી છે. તેમના આ ઘરમાં 24 બાથરૂમ, 23 કારને માટેના ગેરેજ, 6 કિચન અને એક થિયેટર છે. બિલ ગેટ્સે પોતાના ઘરમાં 2100 વર્ગફૂટ જગ્યામાં લાયબ્રેરી બનાવી છે. તેમનું પસંદનું મેપલ ટ્રી સતત સીસીટીવી કેમેરાની નજરમાં રહે છે. બિલગેટ્સના ઘરમાં એક સ્વિમિંગ પુલ છે અને સાથે તેમાં અંડરવોટર મ્યુઝિક સિસ્ટમ પણ છે. એટલું જ નહીં અહીં એક પ્રાઇવેટ બીચ બનાવવામાં આવ્યો છે જેના માટે દર વર્ષે કૈરૈબિયાથી બાલૂ મંગાવવામાં આવે છે.
ઓપ્રા વિનફ્રે, કલાકાર, પ્રેરક વક્તા, ગાયિકા
ક્ષેત્રફળ – 23000 વર્ગફૂટ
વિશેષતા – અમેરિકાના કૈલિફોર્નિયામાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ ઓપ્રા દરેક વ્યક્તિને માટે ઇર્ષ્યા કરાવનારું ઘર બનાવી ચૂક્યા છે. તેમના આ ઘરની કિંમત લગભગ 87 મિલિયન ડોલરની છે. ઘરી ખાસ વાત છે કે તેમાં 14 બાથરૂમ, 6 બેડરૂમ, 10 ફાયર પ્લેસ, એક કિચનસ વાઇન સેલર, હોમ થિયેટર રૂમ્સ, ટેનિસ કોર્ટ, આઉટડોર એન્ટરટેનમેન્ટ એરિયા અને એક વિશાળ લાયબ્રેરી છે. સ્વભાવે શોખીન ઓપ્રાએ એક વિશાળ અને માનવનિર્મિત ઝીલ પણ પોતાના આ ઘરમાં બનાવી રાખી છે. તેમાં અનેક દુર્લભ માછલીઓ રહે છે. મહેમાનોની સાથે સમય વીતાવવાની શોખીન ઓપ્રાએ 4500 વર્ગફૂટનું એક ગેસ્ટ હાઉસ પણ બનાવ્યું છે. જેમાં તમામ પ્રકારની લક્ઝરી આપવામાં આવી છે.
જેરી સીન ફેલ્ડ, હોલિવૂડ કોમેડિયન
ક્ષેત્રફળ – 12 એકરમાં ફેલાયેલું છે.
વિશેષતા – હોલિવૂડના જાણીતા કોમેડિયન જેરી સીનફેલ્ડ ન્યૂયોર્કમાં વિશાળ એસ્ટેટના માલિક છે. તેમના ઘરમાં 24 રૂમ્સ, 13 બાથરૂમ અને 13 ફાયર પ્લેસ છે. એક જિમ, એક કિચન. ટેનિસકોર્ટ, બોલિંગ એલી, મ્યુઝિક રૂમ, સ્મોકિંગ બાર, વાઇન સેલર, ઇનડોર અને આઉટડોર સ્વિમિંગ પુલની સાથે તેમાં એક મોટું ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. અહીં 22 કારને પાર્ક કરવાને માટે ભવ્ય ગેરેજ પણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં એક માસ્ટર બેડરૂમ છે જે લગભગ 1500 વર્ગફીટમાં ફેલાયેલો છે. શક્ય છે કે આ બેડરૂમ જેટલું મોટું તો સામાન્ય લોકોનું ઘર પણ હોતું નથી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર