વિશ્વના સૌથી સૂકા પ્રદેશમાં તળાવમાં બોટીંગની મજા માણતા લોકોને જુઓ તો તમને ચોક્કસ આશ્વર્ય થાય. પણ આવું જ અવિશ્વસનીય દશ્ય પેરુના રણપ્રદેશમાં જોવા મળે છે. પેરુના રણપ્રદેશની મધ્યમાં આવેલું હૌકચાઇના નામનું નગરમાં સૂકી આબોહવા હોવા છતાં ખજૂરના વૃક્ષો આવેલા છે. ત્યાં આવેલા તળાવમાં લોકો બોટીંગની મજા માણે છે.
હૌકચાઇના નામનો આ રણદ્વીપ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં વસતા 96 જેટલા નાગરીકો નાના પ્રવાસન ઉદ્યોગો પર નભે છે. અહીં આવેલું તળાવ કુદરતી છે પરંતુ તેના પાછળ એક દંતકથા પણ છે. દંતકથા પ્રમાણે એક યુવાન રાજકુમારી અહીં તળાવમા સ્નાન કરી રહી હતી અને તે દરમિયાન શિકારીઓની નજર તેના પર પડતા તેણી બચવા માટે ભાગી છૂટી હતી. ત્યારથી આ તળાવ અહીં આવેલું હોવાનું મનાય છે. હૌકચાઇના પેરુના દક્ષિણમાં આવેલા શહેર આઇકા શહેરથી ચાર કિમી દૂર આવેલું છે. રણપ્રદેશની વચ્ચે શહેર આવેલું હોવા છતાં અહીં દુકાનો, તળાવ, ખજૂરના વૃક્ષો અને હોટલો આવેલી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર