રજનીકાંતનો કોઈ જવાબ નહિ, ફિલ્મ જોવા ચેન્નઈ-બેંગલોરની કંપનીએ એમ્પ્લોઇઝને આપી છુટ્ટી

Holiday-Has-Been-Declared-On-22nd-July-In-Chennai-Bangalore-By-Companies-Thanks-To-Rajinikanths-Kabali-1

રજનીકાંત ની ફિલ્મ ‘કબાલી’ કાલે સાઉથ ઇન્ડિયન સિનેમાઘરો માં દસ્તક આપી રહી છે. તમિલ ફિલ્મના સુપરસ્ટાર ‘રજનીકાંત’ ની અદા પણ નિરાળી છે. દક્ષીણ ભારતના સિનેમાઘરોના સુપરસ્ટાર ‘રજનીકાંત’ જે પણ કરે તે પોતાની જ સ્ટાઈલમાં કરે છે અને દર્શકો તેને એક્સેપ્ટ કરે છે.

તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘કબાલી’ 22 જુલાઈ એટલેકે કાલે રીલીઝ થવાની છે. દર્શકો પાછલા ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ ‘કબાલી’ ને લઈને લોકોમાં ખુબજ ઉત્સાહ વધી રહ્યો છે આથી જ તો ચેન્નઈ અને બેંગલોરની કંપનીઓએ એમ્પ્લોઇઝને છુટ્ટી આપીને ‘નેશનલ હોલિડે’ ની જાહેરાત કરી છે.

આ ફિલ્મમાં રજનીકાંત વૃદ્ધ અને અલગ અલગ પ્રકારની હેર સ્ટાઈલ સાથે જોવા મળશે. બોક્સ ઓફીસ પર કબાલી ધૂમ મચાવવા બિલકુલ તૈયાર છે. તમિલ લોકોમાં આ ફિલ્મને લઈને ખુબજ ઉમંગ છે. તેમના માટે આ જ પ્રસંગ હતો કે ઓફીસમાંથી રજા લઈને પોતાના સુપરહીરોની અદાથી રૂબરૂ થવું.

RAJINI

સાઉથ ઇન્ડિયનની મોટી કંપની ‘ઓપસ વોટરપ્રૂફિંગ’ ના ઓપરેશન્સ પ્રમુખ મનોજ પુષ્પરાજે મીડિયા સાથે ઈન્ટરેકશન કરતા જણાવ્યું કે, ‘મોટાભાગના કર્મચારીઓ ઓફીસ પર ન આવવાને કારણે અને ફોન સ્વીચ ઓફ રાખવાની આશંકાથી આને સેલીબ્રેટ કરવાની યોજના બનાવી. અમે અમારા એમ્પ્લોઇઝમાં આ ફિલ્મ વિષે ઉત્સાહ જોઈ રહ્યા હતા. તેથી ‘દિવાળી બોનસ’ ની જેમ અમે એમ્પ્લોઇઝને આ ફિલ્મ માટે રજા આપીને ગીફ્ટ કરીએ છીએ.’

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટ તરીકે રાધિકા આપ્ટે, કલેય્યારાશન, દિનેશ અને ઋત્વિકા છે. ફિલ્મમાં રજનીકાંત ‘ડોન’ ની ભૂમિકામાં છે. દક્ષીણ સિનેમામાં રજનીકાંતની પાછલી ફિલ્મ ‘કોચદાઈયા’ અને ‘લિંગા’ એ ખાસ કમાલ નહોતો બતાવ્યો. તેથી આ ફિલ્મ માટે લોકોને વધારે ઉમ્મીદ છે.

જાણકારી અનુસાર અમેરિકાના 500 થિયેટરોમાં ફિલ્મને તમિલ અને તેલુગુ વર્ઝનમાં રીલીઝ કરવામાં આવી રહી છે.

Comments

comments


7,133 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


3 × = 24