રંગભેદ

Amazing stories in janvajevu.com

સવારનો સમય હતો. દક્ષીણ આફ્રિકાના જહોનીસબર્ગ એરપોર્ટ પરથી સવારના દસ વાગ્યાની ફલાઈટ ઉપાડવાનો સમય થઇ ગયો હતો. રોજની માફક એ દિવસે પણ ફલાઈટ ભરચક હતી. ઈકોનોમી ક્લાસમાં ધણા બધા હબસી – કાળા પેસેન્જરો બેઠા હતા.

ફલાઈટ ઉપડવાની બરાબર દસેક મિનીટ પહેલા એ ખુબજ શ્રીમંત લાગતી ગોરી સ્ત્રી વિમાનમાં ચડી. પોતાની સીટ શોધીને એ બેઠી. એણે જોયું તો એની બાજુની સીટમાં એક હબસી – કાળા મુસાફર બેઠો હતો. એણે જોઇને એ ગોરી મેમના ભવા ચડી ગયા. ગોરાપણાના અભિમાનથી છલકાતિ એ સ્ત્રી બાજુની સીટમાં બેઠેલા કાળા માણસની હાજરી કઈ રીતે સહન કરી શકે ? એણે એર હોસ્ટેસને બોલાવી.

‘યસ મેમ ! હું તમારી શી સેવા કરી શકું ?’ એર હોસ્ટેસે આવીને નમ્રતાપૂર્વક પૂછ્યું. એ પણ ગોરી (અંગ્રેજ) હતી.

‘can’t you see ?’ બાજુમાં બેઠેલા કાળા માણસની લાગણીની પરવા કર્યાં વિના જ એણે એની સામે આંગળી ચીંધીને ફરિયાદ કરી, ‘તમે નથી જોઈ શકતા ? આવા હલકા માણસની બાજુમાં મારે બેસવું પડે છે તે ?મને બીજી કોઈ સીટની વ્યવસ્થા કરી આપો.’

એના આવા વાક્યોથી વિમાનમાં સોપો પડી ગયો. આજુબાજુ ઘણા કાળા પેસેન્જર્સ બેઠા હતા, પણ કોઈ કઈ જ બોલ્યું.

‘મેમ ! મહેરબાની કરીને શાંત થઇ જશો ?’ એર હોસ્ટેસે બની શકે એટલી ધીરજ અને નમ્રતા સામે કહ્યું, ‘ આજે આખી ફલાઈટ પેક છે છતાં હું તપાસ કરી જોઉં છું. કે કદાચ ક્લબ કલાસ અથવા તો ફસ્ટ ક્લાસમાં એકાદ જગ્યા ખાલી હોઈ તો વ્યવસ્થા થઇ શકે. ત્યાં સુધી તમે શાંતિ રાખશો પ્લીઝ ?’

પેલી ગોરી સ્ત્રીએ સંમતિ દર્શાવી. એર હોસ્ટેસે વિમાનના આગળના ભાગમાં તપાસ કરવા ગઈ. એટલો વખત એ ગોરી પેસેન્જર મોં ચડાવી, અણગમાના ભાવો સાથે બેઠી.

થોડી વાર પછી એર હોસ્ટેસ પછી ફરી. આવીને એને હસતા મોં એ કહ્યું, ‘અભિનંદન મેડમ ! વિમાન માં શ્રેષ્ઠ ગણાતા ક્લબ કલાસની માત્ર એ સીટ ખાલી છે !’

પેલી ગોરી પેસેન્જર પોતાની સીટમાંથી અડધી ઉભી થઇ ગઈ. જાણે કાળા લોકો પર ગોરાઓએ શ્રેષ્ઠતા નો દાવો જીતી લીધો હોય એવા અભિમાનથી એને આજુબાજુ જોયું.

‘મેમ ! આમ તો અમે અમારી ફલાઈટમાં આવી છુટછાટ આપતા નથી !’ એર હોસ્ટેસ આગળ બોલી, ‘પરંતુ કેપ્ટનને મેં ખુબ વિનંતી કરી અને તમે જે વાક્યો કહ્યા હતા એ પણ એમને જણાવ્યા ત્યારે છે એમને સીટ બદલવાની હા પાડી ! એમને એવું પણ કહ્યું કે કોઈને પોતાનાથી હલકા માણસ જોડે બેસવાની ફરજ પડે એવું આપણી ફલાઈટમાં ન જ બનવું જોઈએ. એવા સંજોગોમાં એ પેસેન્જરને સીટ બદલી આપવી એ આપણી ફરજ છે !’

એટલું બોલી એર હોસ્ટેસે સહેજ નમી, નીચું જોઇને બેઠેલા પેલા હબસી – કાળા પેસેન્જરને સંબોધીને કહ્યું, ‘સર ! કેપ્ટને ખાસ કહ્યું છે કે આપે પણ આપનાથી હલકા માણસ સાથે શા માટે બેસવું જોઈએ ? મહેરબાની કરીને આપ ફસ્ટ ક્લાસની આપના માટેની સીટ પર આવી જશો ખરા ? મને બતાવો કે આપનો સમાન કઈ જગ્યાએ છે એટલે હું એ ત્યાં પહોચાડવાની વ્યવસ્થા કરું !’

એ કાળો પેસેન્જર ક્લબ કલાસની સીટમાં જવા ઉભો થયો ત્યારે પ્લેનમાં હાજર પેલી ગોરો સ્ત્રી સિવાયના દરેક પેસેન્જરને ઉભા થઇ એના મનમાં તાળીઓ પાડી અને એ પ્લેનના આગળના ભાગમાં જતો ન રહ્યો ત્યાં સુધી બધા એમ જ ઉભા રહ્યા !

Comments

comments


3,977 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 1 =