બોલીવુડ આપણને મનોરંજન કરાવે છે. યો યો હની સિંહ હમેશા પોતાના સોંગ્સને લઈને હેડલાઇન્સમાં રહેલા છે. રાગિના એમએમએસ નું સોંગ ચાર બોટલ વોડકાથી વિવાદોમાં રહ્યા હતા. આજે યો યો હની સિંહ યંગસ્ટર્સના સૌથી ફેવરીટ સિંગર બનેલા છે.
તેમણે બોલીવુડમાં ઘણા બધા દોસ્તો બનાવ્યા છે અને દોસ્તો પાસેથી તે પૈસા નથી લેતા. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, હિમેશ રેશમીયા અને ભૂષણ કુમાર માટે ગાયેલા સોંગ માટે તેમણે ક્યારેય ફાઈનાન્શિયલ ડીલ કરી નથી.
તેમણે શાહરૂખ ખાનની મુવી “ચેન્નાઇ એક્સપ્રેસ” નું સોંગ “લુંગી ડાન્સ” માં શગુન માટે ફક્ત ૧૦૦ રૂપિયા લીધા હતા. તેમણી સૌથી મહત્વની બાબત એ છે કે બોલીવુડમાં તેમનું એવું નામ બની ગયું છે કે, તેમણે ગયેલા બધા ગીત સફળતાથી ગેરન્ટી છે.
તેમનું પૂરું નામ હ્વદયેશ સિંહ
તે સિંગર બનવા ઈચ્છતા નહોતા. તે પંજાબમાં એક મ્યુઝીક ડાઈરેક્ટર હતા. તેમનો વજન ૯૦ કિલો હતો, તેથીજ તેઓ હમેશા પરદા પાછળ રહેતા. તેઓ નવા સિંગરનો ગાવા માટે ચાન્સ આપતા, પણ મિત્રોના કહેવા મુજબ ગીતોને ગાવાનું શરુ કર્યું, અને બની ગયા હ્વદયેશ સિંહથી યો યો હની સિંહ.
અક્ષય કુમારનો સપોર્ટ
યો યો હની સિંહનો વિવાદોથી જુનો સંબંધ છે. હની સિંહનું કોઇપણ નવું ગીત આવે એટલે વિવાદોતો થાય જ. હની સિંહનુ સોંગ પાર્ટી ઓલ નાઈટ આવ્યું ત્યારે તેનો વિરોધ થયો, જયારે તેમના ફેવરમાં અક્ષય કુમાર હતા.
મ્યુઝિકલ સ્ટડી ફોરમ, યુકે
હની સિંહે સ્ટડી ત્રિન્ટી સ્કુલ (યુકે) માં કરેલ છે.
લક ૨૮ કુડી દા ગીત
હની સિંહ અને દીલ્જીત સિંહનુ આ સોંગ બીબીસી ડાઉનલોડ ચાર્ટમાં પ્રથમ નંબર પર રહેલ છે.
સાત મીનીયન નું ગીત
હની સિંહે બોલીવુડના ઇતિહાસમાં ફિલ્મ કોકટેલ માટે સૌથી મોંધા ગીત લખ્યા.
યુટુબ ચર્ચા
૨૦૧૨માં યો યો નુ ગીત “બ્રાઉન રંગ” એ સૌથી વધુ સમય ચર્ચામાં રહેવાનો રેકોર્ડ તોડ્યો.
શકલ પે મત જા
યો યો નુ પહેલું સોંગ “શકલ પે મત જા” દ્વારા લોકોની નજરે ચડ્યા.
યો યો હની સિંહ
તેમના આ નામ પાછળ એક ઇતિહાસ છે. જયારે યો યો યુકે માં સ્ટડી કરતા હતા ત્યારે તેમના મિત્રોએ યો યો કહેવાનુ શરુ કર્યું. આ બધું ઈંગ્લીશ ઉચ્ચારણ ને લીધે થયું. પરંતુ માનવામાં આવે છે કે યો યો હની સિંહનો મતલબ “તમારો પોતાનો હની સિંહ” થાય છે.
જન્મ
યો યો નો જન્મ પંજાબના હોશિયારપુરમાં ૧૫ માર્ચ ૧૯૮૩માં થયો હતો.
લગ્ન
યો યો ની પત્નીનું નામ શાલીની સિંહ છે. યો યો જણાવે છે કે મેં લગ્નનો સસ્પેન્ડ ક્યારેય નથી રાખ્યો. તે તેમની પર્સનલ વાતોને પર્સનલ જ રાખવા માંગે છે. તેમના લગ્નના ૩ વર્ષ થઈ ગયા. તેમની પત્ની ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ છે. તેઓ જણાવે છે કે મારે મારી પત્ની સાથે મ્યુઝિકલ સબંધ નથી, પરતું તે મારા બિઝનેસ અને કોર્પોરેટ કામમાં મારી મદદ કરે છે. તેને યો યો ના ગીત પસંદ નથી. કારણકે તે રોમેન્ટિક ગીતો સાંભળવાનું વધારે પસંદ કરે છે.