યુટ્યૂબ પર લોકો વિવિધ પ્રકારના ઘણા વીડિયોઝ જોતા હોય છે. અમુક વીડિયો લોકોને ડાઉનલોડ કરવા હોય છે પરંતુ તેઓ સ્લો ઇન્ટરનેટને કારણે ડાઉનલોડ નથી કરી શકતા. એવામાં આજે અમે તમારી સમક્ષ યુટ્યૂબ પરથી વીડિયો ડાઉનલોડ કરવાના સરળ સ્ટેપ્સ જણાવી રહ્યાં છીએ. અહીં આપેલા સ્ટેપ્સને આધારે તમે સરળતાથી વીડિયો ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત વીડિયો દ્વારા પણ આ સ્ટેપ્સ સમજી શકો છો.
સ્ટેપ્સ
1. યુટ્યૂબ પર જે વીડિયો ડાઉનલોડ કરવો હોય તેના પર ક્લિક કરો.
2. ત્યારબાદ URL પર જઇને youtube.com આગળ SS ટાઇપ કરી Enter કરો.
ઉદાહરણ – https://www.youtube.com/watch?v=5YQuAVmk_v8 ની આ ઓરીજનલ લીંક આગળ SS નો ઉપયોગ કરવાનો છે.
જે કંઇક આ પ્રમાણે રહેશે. ssyoutube.com/watch?v=5YQuAVmk_v8
સ્ટેપ-3
ત્યારબાદ કોમ્પયૂટર સ્ક્રિન પર નવો પેજ ખુલશે, જેમાં તમને Download નો ઓપ્શન દેખાશે, તેમાં તમારી ઇચ્છા પ્રમાણેના રિઝોલ્યૂશન ક્વોલિટીને સિલેક્ટ કરી Download પર ક્લિક કરવાનું રહેશે. જે પછી અમુક જ મિનિટોમાં તમારો વીડિયો ડાઉનલોડ થઇ જશે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
અરે કાઈ નથી થતા… ફટાફટ વિડીઓ …2Mbps ની સ્પીડ હોવા છતાં.. નેટ પ્રોવાઈડર ને કહીએ તો ક્હે કે.. અમારી સ્પીડ તો બરાબર હોય છે…પણ… જે પેજ પરથી ડાઉનલોડ કરો તેની ઉપર આધાર… લો બોલો?? કેટલી વાર કમ્પની સાથે મગજમારી કરવી?? બધી જ નેટ કમ્પની ફક્ત લુટે જ છે..