Mark Zuckerberg સાથે જોડાયેલી વાતો વિષે જાણો

માર્ક ઝુકરબર્ગનું નામ આખી દુનિયા જાણે છે. પણ માર્ક એડ્રિંસનનું કદાચ સામાન્ય લોકો માટે એટલું જ અજાણ્યું છે. વાસ્તવમાં એડ્રિંસન જ તે રોકાણકાર છે જેમને ઝુકરબર્ગના ટેલેન્ટ પર ‌વિશ્વાસ હતો. તેથી તેમણે 2006માં યાહૂ-ફેસબુકની વચ્ચે થનાર ચાર હજાર કરોડ રૂપિયા કરતાં વધારે રકમની ડીલ તોડાવી દીધી હતી. ‘ધ ન્યૂયોર્કર’ મેગેઝિનને તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં એડ્રિંસને તે ઘટના જણાવી હતી, જ્યારે બધા લોકો કહેતા હતા કે ઝુકરબર્ગ ફેસબુક વેચી દો.

– યાહૂ સાથેની ડીલ વખતે બધાએ કહ્યું હતું-માર્ક, તમારી કંપની ફેસબુક વેચી દો
– ફેસબુકના બીજા મોટા ઇન્વેસ્ટર એન્ડ્રીસનનો ખુલાસો

મેં ઝુકરબર્ગને કહ્યું હતું કે ફેસબુક તમને તે ઓળખ આપશે, જે અબજો ડોલર પણ નહીં આપી શકે

આ જુલાઇ 2006ની વાત છે. ફેસબુકને આવ્યે હજુ બે વર્ષ જ થયા હતા.પણ તે અમેરિકાની બીજી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ બની ચૂકી હતી.અમે તેમાં પૈસા રોકનાર બીજી ફર્મ હતા. અચાનક જ ખબર આવ્યા હતા કે, યાહૂ ફેસબુકને ખરીદવા માગે છે. ફેસબુકની ઓફિસમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. બધા રોમાંચિત હતા.ફેસબુકના સૌથી મોટા રોકાણકાર એસ્સલ પાર્ટનર્સ પણ ખુશ હતા. પણ ઝુકરબર્ગ ખુશ થવાની જગ્યાએ મૂંઝવણમાં હતા.

શું કરે, શું ના કરે આમ તો 22 વર્ષના એક છોકરા માટે આ એક મોટી તક હતી.કંપનીને બન્યે હજુ બે વર્ષ જ થયા હતા અને આટલી મોટી ઓફર તે પણ યાહૂ જેવી કંપની તરફથી.પણ મને લાગ્યું કે આ ડીલ સફળતાની સફરને સમાપ્ત કરી નાખશે. હું ઝુકરબર્ગને જઇને મળ્યો હતો.તેના પર એટલું દબાણ હતું કે તે કાંઇ નક્કી કરવાની સ્થિતિમાં નહોતો. ત્યારે ફેસબુકમાં દરેક વ્યક્તિ એક જ વાત કરી રહી હતી- ‘વેચી નાખો-વેચી નાખો’સારી તક છે. પણ મેં ઝુકરબર્ગને કહ્યું હતું કે વેચતો નહીં, કારણ કે જ્યાં તું ફેસબુકને લઇ જઇ શકે છે અને જ્યાં સુધી ફેસબુક જઇ શકે છે, તે ઓળખ કદાચ બિલિયન ડોલર પણ નહીં આપી શકે.

માર્ક એડ્રિંસન અને તેમની પત્ની સાથે ઝુકરબર્ગ

Deal with Yahoo, said Mark all the time, your company sell Facebook

ઝુકરબર્ગે સહમતીમાં માથું હલાવ્યું હતું પણ ઓફિસ પહોંચતા જ ફરી વાર ‘વેચી નાખો-વેચી નાખો’ થવા લાગ્યું હતું. પણ હું અને ઝુકરબર્ગ ખુશ નહોતા. આ મુદ્દાને અમે ઓફિસથી માંડી સમુદ્રના કિનારાની સહેલ સુધી ડિસ્કસ કરી ચૂક્યા હતા. આ દરમિયાન અમારો સંબંધ ઇન્વેસ્ટર-ક્લાયન્ટની જગ્યાએ મિત્રોનો બની ગયો હતો.ઝુકરબર્ગે યાહૂને ના કહી દીધી હતી.ત્યારે એક બિલિયનમાં વેચાનારી કંપની આજે 200 બિલિયન ડોલર કરતા વધારે મૂલ્યની થઇ ગઇ છે.

Deal with Yahoo, said Mark all the time, your company sell Facebook

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,539 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 40

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>