સામગ્રી
* ૧ કપ બારીક સમારેલ કેબીજ,
* ૧/૨ કપ ખમણેલ પનીર,
* ૧/૪ કપ બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ,
* ૧/૪ કપ બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન,
* ૧ ટીસ્પૂન હોટ એન્ડ સ્વિટ સોસ,
* ૨ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચાં,
* સ્વાદાનુસાર મીઠું,
* ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,
* બ્રેડની સ્લાઈસ,
* ૨ ટીસ્પૂન મેદાનો લોટ,
* ૨ ટીસ્પૂન પાણી.
રીત
સ્ટફિંગ બનાવવા એક બાઉલમાં બારીક સમારેલ કેબીજ, ખમણેલ પનીર, બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ, બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન, હોટ એન્ડ સ્વિટ સોસ, બારીક સમારેલ લીલા મરચાં, સ્વાદાનુસાર મીઠું અને બારીક સમારેલ કોથમીર નાખી હાથેથી મિક્સ કરવું.
હવે બ્રેડ લેવા અને તેની ચારેકોર કાપી નાખવી. પછી આ બ્રેડને વેલણ વડે થોડું વણીને પાતળું બનાવવું. ત્યારબાદ આ બ્રેડ પર બે ચમચી જેટલું સ્ટફિંગ નાખી રોલ બનાવવો.
હવે મેદાના લોટમાં પાણી નાખી મિક્સચર બનાવવું. પછી આ મિક્સરને રોલ વાળતા સમયે લગાવવું. જેથી તેનો ભાગ સીલ થઇ જાય. બંને સાઈડ કોર્નરમાં પણ આ મિક્સચર લગાવવી. આવી રીતે બધા રોલ્સ ભરી લેવા.
પછી તવામાં રોલ્સ ફ્રાય કરવા ઓઈલ ગરમ કરવું. ગરમ થયા બાદ ફૂલ તાપે આને બ્રાઉન કલરના ફ્રાય કરવા. હવે આને ગરમાગરમ સોસ સાથે સર્વ કરો.