મોબાઇલ ડેટા પ્લાનનું સ્માર્ટસેવિંગ

મોબાઇલ ડેટા પ્લાનનું સ્માર્ટસેવિંગ

નવો નવો અને એ પણ પહેલી વાર સ્માર્ટફોન લેવાનો આનંદ કઈક અલગ જ હોઈ છે. કેટલાય સમયથી બીજા લોકોના હાથમાં સ્માર્ટફોન જોઈને આપણને પણ મન થઇ છે અને છેવટે પોતાના હાથમાં, પોતાનો સ્માર્ટફોન આવે ત્યારે ખરેખર આખી દુનિયા મુઠીમાં આવી ગઈ હોઈ તેવો અનુભવ થઇ છે. સાદા ફોન ની સરખામણી માં સ્માર્ટફોનનો ઉપયોગ જરા મોટો લર્નિંગ કર્વ ધરાવે છે. એટલે ઉત્સાહ ઓસર્યાપછી ‘જુના ફોનમાં કોલ કરવા સહેલા તો હતા’ એવા વિચાર આવવા લાગે. આપને સ્માર્ટફોનમાં નેટ કનેકશન એકટીવેટ તો કરાવ્યું હોઈ પણ તેનો પણ તેના ઉપયોગ વિષે કેટલીક સાવચેતીનો ખ્યાલ ન હોઈ. પરંતુ મોટું બીલ આવી પડે રીતસર ઝટકો લાગે. – દુનિયા મુઠી માં રાખવાની આટલી મોટી કીમત ?

હકીકતમાં, આપની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ મોબાઈલમાં ઈન્ટરનેટ ના દર સતત અને સખત ધટાડી હોવા છતાં આપણે ઉપયોગ માં કાળજી લેતા નથી.તમે સારી મોબાઈલ કંપની નો સારો ડેટા પ્લાન પસંદ કર્યો હોઈ તો માસિક ચોક્કસ કીમતે ૧ જીબી જેટલી ૩જી કનેકટીવીટી અને ત્યાર પછી અનલીમીટેડ ૨ જી કનેકટીવીટી જેવો લાભ મેળવી શકો છો, પણ ત્યાર પછી વપરાશ મુજબ નો દર લાગુ પડતો હોઈ છે.

ડેટા પ્લાન બચાવતી એપ :

મોબાઇલ ડેટા પ્લાનનું સ્માર્ટસેવિંગ
મોટા ભાગે સેટિંગ માં સુવિધા પુરતી હોઈ છે , પણ તમે વિવિધ પ્રકારના રીપોર્ટ તપાસવા માંગતા હોઈ તો ડેટા યુઝર્સને ટ્રેક કરીને રિપોર્ટ્સ જનરેટ કરતી વિવિધ એપ્સ નો ઉપયોગ કરી શકો છો. આવી એક એપ છે Onavo Extend.ઓનેવો એકસટેન્ડ એપ વપરાશ ની વિવિધ જાણકારી વધવાથી એક ડગલું આગળ વધીને, ઇનકમિંગ અને આઉટગોઇંગ ડેટાને એક્ષ્પ્રેસ કરવાની સગવડ પણ આપે છે.

ડેટા ક્યાં વાપરવાનો છે તે જાણો :

મોબાઇલ ડેટા પ્લાનનું સ્માર્ટસેવિંગ

ડેટા પ્લાન ની બચત કરવા માંટે, સૌ પ્રથમ આપણે કેટલો ડેટા વાપરીએ છીએ તે જાણવું જરૂરી છે. તે માંટે…

 • તંમારા એન્ડ્રોઇડ ફોન ના સેટિંગ માં જાઓ.
 • વાયરલેસ એન્ડ નેટવર્ક ટેબમાં, ડેટા યુઝેજ વિભાગ માં જાઓ.
 • અહી એક ગ્રાફ સ્વરૂપે, ચોક્કસ સમયગાળા માં તમે કેટલા ઈન્ટરનેટ ડેટા નો વપરાશ કર્યો તે જાણવા મળશે.
 • આગલા મહીને કેટલા ડેટા નો વપરાશ કર્યો તે પણ તમને જાણવા મળશે.
 • આ ઉપરાંત, ફોન માંથી કઈ એપ કેટલાં ડેટા નો ઉપયોગ કર્યો તે પણ તમે જાણી શકશો.ગ્રાફ માં આપેલા હેન્ડલ ને ફેરવશો એટલે અમુક ચોક્કસ સમયગાળા માં કઈ એપ થી કેટલા ડેટા નો વપરાશ થયો તે જાણી શકશો. આ રીતે આપણે આપણા વપરાશની ઢબ તપાસી શકયા છીએ.

ડેટા ની ઓટોમેટીક આપ-લે કંટ્રોલ કરો :

ડેટા ની ઓટોમેટીક આપલે કંટ્રોલ કરો :

 • આપણા મોબાઈલ માંની એપ્સ સામાન્ય રીતે ૨ પ્રકારે ડેટા પ્લાનનો  ઉપયોગ કરતી હોઈ છે  : (૧) એપ્સ ના પોતાના ઉપયોગ માટે , જેમ કે એપનું નવું વર્ઝન આવ્યું હોઈ તો તેને અપડેટ કરવા માટે , અને (૨) આપણા પોતાના ડેટા ને અપડેટેડ કે સિન્કડ રાખવ માટે.
 • આ બંને કામ બે રીતે થાય છે, બેકગ્રાઉન્ડ મોબાઈલ ડેટાના ઓપ્શનથી તેમજ ઓટો સિન્કડ ઓપ્શનથી. આપને આ બંને કરી શકીએ છીએ.
 • સેટીંગ માં ડેટા યુઝેજ માં જઈ ને મેનુ ઓપ્શનમાં જશો એટલે બેકગ્રાઉન્ડ  ડેટા અને ઓટો સિન્ક ઓપ્શનથી. આપને આ બંને કંટ્રોલ કરી શકીએ છીએ.
 • સેટીંગમાં ડેટા યુઝેજમાં જઈને મેનુ ઓપ્શનમાં જશો એટલે બેકગ્રાઉન્ડ  ડેટા અને ઓટો સિન્ક ચાલુ બંધ કરવાના વિકલ્પ મળશે. આપને બધીજ એપ્સ માટે આ બંને  વિકલ્પ બંધ કરી શકીએ છીએ. નુકશાન શું છે તે પણ જાણી લઇએ – બેકગ્રાઉન્ડ ડેટા બંધ રાખવાથી, વાઇ- ફાઇ કનેકશન ન હોઈ ત્યારે કેટલીક એપ્સ કે સર્વિસ ચાલશે જ નહી. ઓટો સિન્ક બંધ કરવાથી દરેક એકાઉટ મેન્યુઅલી અપડેટ કરવું પડશે.

ઓટો અપડેટ કંટ્રોલ કરો.

સ્માર્ટફોન માં ઇન્સ્ટોલ કરેલી લગભગ દરેક એપ્સ માં થોડા થોડા સમયે નવું વર્ઝન આવતું હોઈ છે. તેમાં જુના વર્ઝનમાંની ખામી સુધારવામાં આવી હોય અને નવી ડીઝાઇન કે સુવિધાઓ ઉમેરવામાં આવી હોય.આ અપડેટ્સ સામાન્ય રીતે ઓટોમેટીકલી અપડેટ્સ થાઈ છે. પરંતુ તેને પણ કંટ્રોલ કરી શકાઈ છે. મોબાઈલ માં ગુગલ પ્લે સ્ટોરમાં જાઓ. સ્ટોરના હોમ પેજ પર હો ત્યારે ફોનના મેનુ બટનથી સેટિંગ માં જાઓ. અહી ‘ઓટો અપડેટ્સ એપ્સ’ ટેબ પર ક્લિક કરો. બાજુ માં બતાવ્યા મુજબ ત્રણ ઓપ્શન મળશે, છેલ્લો વિકલ્પ પસંદ કરતા માત્ર વાઇ-ફાઇ હોઈ ત્યારે જ અપડેટ ઓટોમેટીક ઇન્સ્ટોલ થશે. આ રીતે તમે ફોન ની મેમરી બચાવી શકશો. તમે અલગ અલગ એપ્સ મુજબ આ સેટિંગ બદલી શકશો. પ્લે સ્ટોરમાં જ તમારી ઇન્સ્ટોલ કરેલી એપ્સમાં જઈ તેના સેટિંગમાં, તે ઓટો અપડેટ થવી જોઈએ કે નહિ તે નક્કી કરી શકી છે.

સ્માર્ટફોન માં ઇન્સ્ટોલ કરેલી લગભગ દરેક એપ્સ માં થોડા થોડા સમયે નવું વર્ઝન આવતું હોઈ છે. તેમાં જુના વર્ઝનમાંની ખામી સુધારવામાં આવી હોય અને નવી ડીઝાઇન કે સુવિધાઓ ઉમેરવામાં આવી હોય.આ અપડેટ્સ સામાન્ય રીતે ઓટોમેટીકલી અપડેટ્સ થાઈ છે. પરંતુ તેને પણ કંટ્રોલ કરી શકાઈ છે.

મોબાઈલ માં ગુગલ પ્લે સ્ટોરમાં જાઓ. સ્ટોરના હોમ પેજ પર હો ત્યારે ફોનના મેનુ બટનથી સેટિંગ માં જાઓ. અહી  ‘ઓટો અપડેટ્સ એપ્સ’ ટેબ પર ક્લિક કરો. બાજુ માં બતાવ્યા મુજબ ત્રણ ઓપ્શન મળશે, છેલ્લો વિકલ્પ પસંદ કરતા માત્ર વાઇ-ફાઇ  હોઈ ત્યારે જ અપડેટ ઓટોમેટીક ઇન્સ્ટોલ થશે. આ રીતે તમે ફોન ની મેમરી બચાવી શકશો.

તમે અલગ અલગ એપ્સ મુજબ આ સેટિંગ બદલી શકશો. પ્લે સ્ટોરમાં જ તમારી ઇન્સ્ટોલ કરેલી એપ્સમાં જઈ તેના સેટિંગમાં, તે ઓટો અપડેટ થવી જોઈએ કે નહિ તે નક્કી કરી શકી છે.

ડેટા ની કરકસર કરતી એપ્સનો ઉપયોગ કરો :

તમે ડેટા ખર્ચ બચાવવા ઈચ્છતા હો તો Orera Mini(ઓપેરા મીની) જેવા લીઈટવેઈટ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ વેબપેજ પરની માત્ર ટેક્સ ડિસ્પ્લે કરે તેવા એન્ડ્રોઇડ માટે TextOnlyBrowser નો પણ ઉપયોગ કરી શકાઈ છે.

એન્ડ્રોઇડ માટેના TextOnlyBrowser દાવો છે કે તે આપણને જે વેબપેજ જોઈએ તેમાંથી જાહેરાતો, અન્ય સ્ક્રીપ્ટ્સ, ઈમેજીસ વગેરે દુર કરીને માત્ર ટેક્સ્ટ ડિસ્પ્લે કરતુ હોવાથી ડેટા નો વપરાશ ૮૦ થી ૯૦ ટકા જેટલો ઘટાડી નાખે છે!

ઉપરાંત,આ એપ્સ પોતે જુદી જુદી એપ બનાવશે અને તેમાં થોડો ડેટા વપરાશે.ભારતીય ડેવલોપરે ડેવલોપ કરેલી આ એપ્સ ન્યુયોર્ક ટાઈમ્સના ટોપ એન્ડ્રોઇડ એપ્સ લીસ્ટ માં પણ સામેલ છે.

Comments

comments


4,607 views

Leave a Reply

Your email address will not be published.


3 − = 2